Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી નજીકથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ:2448 બોટલ દારૂ સાથે એક પકડાયો, 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 week ago

    મોરબી માળિયા હાઇવે રોડ પર રવિરાજ ચોકડી પાસેથી એલસીબી ટીમે દારૂ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે. પોલીસે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની 2448 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે માળિયા તરફથી મોરબી તરફ એક માલવાહક રિક્ષામાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, GJ 3 BX 3237 નંબરની લીલા કલરની બજાજ મેક્સી રિક્ષા પસાર થતાં તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તલાશી લેતા તેમાંથી 2,83,200 રૂપિયાની કિંમતનો 2448 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, રિક્ષા અને એક મોબાઈલ ફોન સહિત કુલ 5,88,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે સમીરશા ઉર્ફે ટીનો યાકુબશા શાહમદાર (રહે. મકરાણીવાસ, જેલની પાછળ, મોરબી) નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અવેશભાઈ પીલુડિયા (રહે. વીસીપરા, મોરબી) અને સલીમભાઈ કટિયા (રહે. મચ્છીપીઠ, મોરબી) ના નામ પણ સામે આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે ફરાર અન્ય બે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આજથી ગરમીમાં રાહત મળવાની શક્યતા:તાપમાનમાં 2થી 3 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો, અમદાવાદમા છેલ્લાં 5 વર્ષમાં મે મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો
    Next Article
    8 Best Food Stops In Dehradun To Hit Right After The New Delhi-Dehradun Expressway Drive

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment