Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રવિવારે 2,437 ઉમેદવારોની UPSC ની પરીક્ષા:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં સ્થાપના દિવસે વિદ્યાર્થીલક્ષી 5 પ્રકલ્પ જાહેર, રૂડાની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા દૂર

    1 सप्ताह पहले

    UPSC (યુનિયન પબ્લીક સર્વિસ કમિશન) દ્વારા આગામી રવિવારે સિવિલ સર્વિસ (IAS/IPS)ની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે. રાજકોટમાં આ પરીક્ષાનું 12મી વખત આયોજન થઈ રહ્યું છે, જેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આઈ.પી.મિશન, કણસાગરા કોલેજ, જસાણી કોલેજ અને સદગુરુ મહિલા કોલેજ સહિત 9 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ પરીક્ષામાં કુલ 2,437 ઉમેદવારો બેસવાના છે. પરીક્ષાનો સમય સવારે 9:30 થી 11:30 અને બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધીનો રહેશે. સુરક્ષા અને પારદર્શિતાના ભાગરૂપે, પરીક્ષા શરૂ થવાના 2 કલાક પહેલાં જ એન્ટ્રી શરૂ કરી દેવાશે અને ઉમેદવારોને ફેસ ડિટેક્શન તેમજ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો સ્થાપના દિવસ અને નવી જાહેરાતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કુલપતિ ઉત્પલ જોશીએ યુનિવર્સિટીમાં 25 વર્ષની સેવા પૂર્ણ કરનાર કાયમી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના હિત માટે 5 મહત્વના પ્રકલ્પો જાહેર કરવામાં આવ્યા છે: બેડી બાયપાસ પાસે સ્ક્રેપના ઢગલામાં ભયાનક આગ શહેરના ભગવતીપરા મેઈન રોડથી બેડી બાયપાસ તરફ આવેલા એક ખુલ્લા પ્લોટમાં પડેલા સ્ક્રેપના ઢગલામાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બેડી ચોકડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અંદાજે 30 થી 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં પ્લોટમાં રહેલો પ્લાસ્ટિક, લોખંડ અને રબરનો કચરો બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. રૂડા (RUDA) વિસ્તારની સોસાયટીઓમાં પાણીની સમસ્યાનો ઉકેલ રૂડા વિસ્તારમાં આવેલી કણકોટ સોસાયટીના મારુતિનગર, સ્વામીનારાયણ પાર્ક, નિર્માણનગર અને અરિહંતનગરમાં લાંબા સમયથી પીવાના પાણીની ભારે સમસ્યા હતી. આ અંગે સોસાયટીના પ્રમુખો અને સ્થાનિક આગેવાનોએ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ રાજા ચાવડાને રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે રૂડા તંત્ર દ્વારા તાત્કાલિક નર્મદા લાઇનમાંથી પાણીનું નવું નેટવર્ક જોડી દેવામાં આવ્યું છે અને હવે દરેક ઘરે નળ કનેક્શન આપીને પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગર પોલીસે મકાન દસ્તાવેજ વિવાદ ઉકેલ્યો:બાનાખત બાદ દોઢ વર્ષથી અટકેલા દસ્તાવેજમાં અરજદારને ન્યાય મળ્યો
    Next Article
    Stilt plus five in Manimajra, high-rise apartments in other sectors: Chandigarh administration proposes sweeping changes to master plan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment