Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદે દિલ્હીને 243 રનનો ટાર્ગેટ આપ્યો:અભિષેક શર્માએ 68 બોલમાં 135 રન બનાવ્યા, DCએ પહેલી વિકેટ પણ ગુમાવી દીધી

    1 day ago

    અભિષેકની જબરદસ્ત સેન્ચુરિયન ઇનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ IPLમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સ (DC)ને 243 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. SRHએ 20 ઓવરમાં બે વિકેટે 242 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીનો સ્કોર 5 ઓવરમાં 54/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને નીતિશ રાણા ક્રિઝ પર છે. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ અણનમ 135 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે 68 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. હેનરિક ક્લાસેને 13 બોલમાં અણનમ 37 રન બનાવ્યા. બંનેએ અણનમ 66 રનની ભાગીદારી કરી. અભિષેક સિવાય, ટ્રેવિસ હેડે 37 અને ઈશાન કિશને 25 રનનું યોગદાન આપ્યું. દિલ્હી તરફથી અક્ષર પટેલે એક વિકેટ ઝડપી, જ્યારે એક બેટર રનઆઉટ થયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 SRH: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, હર્ષ દુબે, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા. ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિલશાન મદુશંકા. DC: કેએ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર અને ટી. નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: ત્રિપૂર્ણા વિજય, આશુતોષ શર્મા, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા અને આકિબ નબી.
    Click here to Read More
    Previous Article
    ‘Yes, I am an actor, but I haven’t acted in politics’: Vijay delivers fiery speech at TVK rally in Chennai
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી:લાર્જકેપ સ્ટોક્સ સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ વ્યાપક ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment