Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા સિવિલમાં 243મું અંગદાન:29 વર્ષીય યુવાનના અંગોથી ત્રણ દર્દીઓને મળ્યું નવજીવન

    16 hours ago

    અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન મળ્યું છે. કલોલ-છત્રાલના 29 વર્ષીય બાબુભાઈ ડામોરના અંગોના દાનથી ત્રણ ગંભીર દર્દીઓને નવજીવન મળ્યું છે. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 243 સફળ અંગદાન પૂર્ણ થયા છે. જ્યારે અંગ અને પેશી દાનનો કુલ આંકડો 1,042 સુધી પહોંચી ગયો છે. કલોલ-છત્રાલના રહેવાસી બાબુભાઈ ડામોરને 22 જૂનના રોજ અકસ્માતે પડી જવાથી માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ICUમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં 24 જૂન, 2026ના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ દુઃખદ પરિસ્થિતિમાં બાબુભાઈની પત્ની શાંતિબેન ડામોરે અસાધારણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમ દ્વારા અંગદાન અંગે સમજણ આપવામાં આવ્યા બાદ તેમણે પોતાના પતિના અંગો દાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. અંગદાનથી 12થી 15 ઓર્ગન ફેલ્યોર ધરાવતા દર્દીઓને જીવનદાન આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અંગદાન પ્રક્રિયા દરમિયાન બાબુભાઈ ડામોરના એક લીવર અને બે કિડની સહિત કુલ ત્રણ અંગો મેળવવામાં આવ્યા હતા. આ અંગોને સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દીઓને નવજીવન મળશે. સિવિલ હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 3થી 5 બ્રેઈનડેડ દાતાઓના અંગદાનથી 12થી 15 ઓર્ગન ફેલ્યોર ધરાવતા દર્દીઓને જીવનદાન મળી રહ્યું છે. હોસ્પિટલની સુવ્યવસ્થિત અંગદાન પ્રક્રિયા, ICUના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને નિષ્ણાત તબીબોની ટીમના પ્રયાસોને કારણે આ સેવા અભિયાન સતત સફળ બની રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 243 અંગદાતાઓ પાસેથી કુલ 803 અંગો અને 239 પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં 449 કિડની, 217 લીવર, 76 હૃદય, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ, 2 નાનાં આંતરડાં, 194 ચક્ષુ અને 45 ચામડીના દાનનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી:શ્રી સચ્ચિદાનંદ વિદ્યાલયમાં નોટબૂક વિતરણ કરાયું
    Next Article
    લીમખેડા PM શ્રી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:62 ભૂલકાઓનું સ્વાગત, સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment