Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ:જિલ્લાની 241 બેઠક માટે 9.21 લાખથી વધુ મતદારો મતદાન કરશે

    9 hours ago

    વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યે મોકપોલ બાદ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં જિલ્લાની કુલ 241 બેઠકો પર 619 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા માટે 9.21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લા પંચાયતની 32, 6 તાલુકા પંચાયતોની 138, વાપી મહાનગરપાલિકાની 51 અને ઉમરગામ નગરપાલિકાની 20 બેઠકો સહિત કુલ 241 બેઠકો પર ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો છે. મતદાન પ્રક્રિયા સુચારુરૂપે ચાલી રહી છે અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીને ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે 8 હજારથી વધુ કર્મચારીઓ ખડેપગે છે, જ્યારે જિલ્લાના 1157 મતદાન મથકો પૈકી 54 અતિસંવેદનશીલ અને 227 સંવેદનશીલ મથકો પર વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને SRPની ટીમો દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે 10.86 લાખ મતદારો મતદાન કરશે
    Next Article
    Trump Event Shooting Live Updates: Trump Press Dinner Shooter Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment