Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2400 કિલોમીટર પગપાળા ચાલીને ફેન હાર્દિક પાસે પહોંચ્યો!:2 મહિનાથી પ્રવાસ કરી રહ્યો હતો, પંડ્યા મળ્યો તો પોતાની કહાની જણાવી; ક્રિકેટર ભાવુક થયો

    9 hours ago

    ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના જબરા ફેન પર પ્રેમ વરસાવતા અને તેની મદદ કરતા જોવા મળી રહ્યો છે. લખનઉના મોહનલાલગંજમાં રહેતા રવિ કુમારે પોતાના મનપસંદ ક્રિકેટરને મળવા માટે બે મહિના સુધી મુસાફરી કરી. આખરે રવિની મુલાકાત હાર્દિક સાથે થઈ ગઈ. હાર્દિકે તેને મદદ કરવાનો ભરોસો આપ્યો છે. હાર્દિકને મળવાનો રવિની સફર કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નહોતી. રવિના જણાવ્યા અનુસાર, લગભગ બે મહિના પહેલાં તે હાર્દિકની એક ઝલક મેળવવાની આશામાં લખનઉથી મુંબઈ પહોંચ્યો હતો, પરંતુ ત્યારે મુલાકાત થઈ શકી નહોતી. તેમ છતાં તેણે હાર માની નહીં અને તે મુંબઈથી બેંગલુરુ સુધી પહોંચી ગયો. આખરે, પગપાળા આશરે 2400 કિલોમીટર ચાલ્યા બાદ બેંગલુરુ એરપોર્ટ પાસે તેની આ લાંબી શોધ પૂરી થઈ અને તેની મુલાકાત હાર્દિક પંડ્યા સાથે થઈ ગઈ. રવિએ જણાવ્યું કે હાર્દિકે તેને ઘરે પરત ફરવા માટે 19 તારીખની ફ્લાઇટની ટિકિટ પણ અપાવી હતી, પરંતુ કમનસીબે એરપોર્ટ જતી વખતે રસ્તામાં તેની ટિકિટ ક્યાંક પડી ગઈ. જ્યારે હાર્દિક પંડ્યા ભાવુક થયો મુલાકાત દરમિયાન જ્યારે હાર્દિકે રવિના સંઘર્ષ અને તેના જીવનની કહાની સાંભળી, ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયો. મોટા ભાઈની જેમ તેણે તરત જ પોતાના મેનેજરને બોલાવીને રવિ માટે ફ્લાઈટની ટિકિટની ફરીથી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો. એટલું જ નહીં, હાર્દિકે પોતાના માણસાઈભર્યા અંદાજમાં રવિને પૂછ્યું કે જો તેને બીજી કોઈ વસ્તુની પણ જરૂર હોય, તો તે નિઃસંકોચ જણાવી શકે છે. હાર્દિકનો આ સાદગીભર્યો અંદાજ સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી રહ્યો છે. સંઘર્ષોથી ભરેલી છે રવિની જિંદગી રવિ કુમારનું અંગત જીવન શરૂઆતથી જ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર બે વર્ષના હતા, ત્યારે જ તેમના માતા-પિતાનું છત્ર તેમના માથા પરથી ઊઠી ગયું હતું. હાલમાં તેમના પરિવારમાં એક મોટો ભાઈ, ભાભી અને એક પરિણીત બહેન છે. રવિના દિલમાં છેલ્લા 6 વર્ષથી હાર્દિક પંડ્યા પ્રત્યે દીવાનગી છે. શરૂઆતના દિવસોમાં તેમના પાસે પોતાનો મોબાઇલ પણ નહોતો, તેથી તેઓ બીજાના ફોનથી વિનંતી કરીને હાર્દિકની મેચ જોયા કરતા હતા. બાદમાં તેમણે દિવસ-રાત મજૂરી કરીને પૈસા બચાવ્યા અને માત્ર હાર્દિકના વીડિયો તથા મેચ જોવા માટે મોબાઇલ ફોન ખરીદ્યો હતો. પંડ્યાએ ઘર અપાવવાનું વચન આપ્યું હાલમાં રવિ પોતાના પરિવાર સાથે લખનઉના મોહનલાલગંજમાં ભાડાના મકાનમાં રહે છે. વાતચીત દરમિયાન જ્યારે રવિએ પોતાની આર્થિક તંગી અને પોતાનું ઘર ન હોવાની વ્યથા વ્યક્ત કરી, ત્યારે હાર્દિક પંડ્યાએ પોતાની દરિયાદિલી બતાવતા તેને ઘર અપાવવાનું પણ વચન આપ્યું છે. મેદાનની બહાર હાર્દિક પંડ્યાની આ માનવતા અને મોટા દિલની હવે ચારે તરફ પ્રશંસા થઈ રહી છે અને તેનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આંબલી રોડ પર પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો:થારમાં આવેલા બે શખસોએ પેટ્રોલ ભરાવવા મુદ્દે બોલાચાલી કરી છરી મારી, ફરાર કારચાલકની શોધખોળ
    Next Article
    મોડલ શ્રદ્ધા દુબેની નાગપુરથી ધરપકડ, લિવ-ઇન પાર્ટનરની હત્યાનો આરોપ:11 દિવસથી ફરાર હતી, યુપી STFએ તેની બહેન અને ડ્રાઇવરની પણ ધરપકડ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment