Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટ સહિતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:કોર્ટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી, 24 કલાકમાં આરોપીની ધરપકડ અને SIT રચવાની બાર કાઉન્સિલ મેમ્બરોની માગ

    11 hours ago

    ગુજરાત હાઇકોર્ટ સહિત તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પગલે હાઇકોર્ટ તથા અમદાવાદની મેટ્રોપોલિટન અને સેશન્સ કોર્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી મળતા જ પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ કોર્ટ પરિસર ખાલી કરાવી BDDS(બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમે તપાસ શરૂ કરી હતી. કોર્ટને મળેલા મેલમાં લખ્યું છે કે, અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બૉમ્બ મુક્યો છે. બોમ્બની ધમકીના ઇમેલ બાદ તમામ કોર્ટમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, કોર્ટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ખોટો ઇ-મેલ કરનાર સામે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવશે. કોર્ટ ખાલી કરાવ્યા વિના જ તપાસ ચાલુ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પરિસરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા સ્ત્રોત તરફથી ઈમેલ દ્વારા આ ગંભીર ધમકી મળતાં જ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમોએ કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. જોકે, આ ધમકીભર્યા મેલ બાદ કોર્ટ ખાલી કરાવ્યા વિના જ તપાસ ચાલુ રખાતાં પરિસરમાં હાજર વકીલો, પક્ષકારો અને કર્મચારીઓમાં ભય સાથે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગુજરાતભરની કોર્ટોને વારંવાર ધમકીઓ: ઝકી શેખે SIT રચવા માગ કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ ઝકી શેખે ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "આજ રોજ જે બોમ્બથી બિલ્ડિંગને ઉડાવી દેવા માટેની 1 ધમકી મળી છે, તે છેલ્લા 1 વર્ષથી સમગ્ર ગુજરાતની જુદી-જુદી કોર્ટ બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે આવી રહેલી ધમકીઓની કડી છે. સરકાર દ્વારા આ બાબતે ચાલી રહેલા ઇન્વેસ્ટિગેશનમાં હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કયા તત્વો દ્વારા આવી ધમકીઓ આપી દહેશતનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. આવી ધમકીઓને સરળતાથી લેવી જોઈએ નહીં. સમગ્ર ગુજરાતમાં આવી ધમકી આપનાર તત્વો સામે તપાસ માટે 1 ખાસ SITની રચના થવી જોઈએ જેથી વકીલોને વારંવાર મળતી આવી દહેશતમાંથી કાયમી છુટકારો મળે." હજારો લોકો વચ્ચે બેદરકારીનો આરોપ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ ભાવેશભાઈ રબારીએ વહીવટી તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "હજારોની સંખ્યામાં વકીલો આજે કામ કરી રહ્યા છે, પક્ષકારો છે અને સ્ટાફ હાજર છે, તેમ છતાં કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું નથી. આ મેલને ગંભીરતાથી લેવામાં જ નથી આવ્યો. અગાઉ પણ આવી ધમકી અફવા સાબિત થઈ હોવાથી પ્રશાસન કદાચ પહેલેથી જ અફવા માની લે છે, પરંતુ જો ખરેખર કોઈ દુર્ઘટના બને તો મોટી જાનહાનિ થઈ શકે છે. સાયબર ક્રાઈમે તાત્કાલિક તપાસ કરી 24 કલાકમાં આરોપીની ધરપકડ કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે." સાયબર ક્રાઈમ દ્વારા તપાસ તેજ આ સમગ્ર મામલે સુરત પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઈમેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારંવાર ન્યાયતંત્રના પરિસરને નિશાન બનાવી અફવા કે દહેશત ફેલાવનારા તત્વો સામે દાખલારૂપ અને કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેમજ પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સુરતના વકીલ મંડળ અને બાર કાઉન્સિલ દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Saharanpur Masjid Demolished: Akhilesh Yadav ने BJP को जमकर सुनाया | Iqra Choudhary| Samajwadi Party
    Next Article
    માણસા IIFL ફાયનાન્સના બ્રાંચ મેનેજરની હત્યા:₹6 લાખની લેવડદેવડ, ગીરવે મુકેલું સોનું પાછું મેળવવા ગળુ દબાવ્યું, કાર ખાડામાં ફસાતા આરોપીઓ ભાગ્યા, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment