Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ચીખલીગર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો:24થી વધુ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવણી, ₹1.36 લાખની ચેઇન જપ્ત

    12 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં ચેન સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાઓ આચરતી ચીખલીગર ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે ગેંગના એક મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹1.36 લાખની સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી છે. એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજાસિંહ નરસિંગ બાધા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર 24થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીનો ભાઈ અને અન્ય સાથીઓ હાલ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો કામે લાગી છે. આ બંને ભાઈઓ છેલ્લા દસ વર્ષથી વાહન ચોરી અને ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા. આ ગેંગ મહેસાણા, રાધનપુર, જૂનાગઢ, ભુજ, મોરબી અને ડીસા સહિત અનેક શહેરોમાં સક્રિય હતી. હાલમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    300 સીટ પર ભાજપનો વિજય:સંઘવી:'ગુજરાતીઓને ક્યારેય ગાળો ન આપે એવો કોંગ્રેસનો હિસાબ કરી નાંખો', અમિત ચાવડાએ કહ્યું-ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી
    Next Article
    SRPF jawan dies by ‘suicide’ while on duty at Gujarat’s Sachivalaya

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment