Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 24 કલાકમાં બળાત્કારની બે FIR:ઘરે જમવા આવતાં મિત્રએ જ મિત્રની પત્ની પર દાનત બગાડી, પટ્ટાથી મારમારી પડોશીએ યુવતીને હવસનો શિકાર બનાવી

    9 hours ago

    સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ બે પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા યુવકના ઘરે જમવા માટે આવતા મિત્રએ યુવકની પત્ની પર દાનત બગાડી હતી. પરણિતાના એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજા બનાવમાં પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધબાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારનો પહેલો બનાવ મળતી માહિતી પ્રમાણે, મૂળ પશ્ચિમ બંગાળની વતની અને સુરતના લાલ ગેટ વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ તેના પતિના મિત્ર નાઝીમ નુર આલમ શેખ (રહે ત્રીજો માળ ગુજરાતી સ્કૂલની સામે નાગોરી વાડ રસ્તા સૈયદપુરા) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ સુરતમાં એકલા રહીને મજૂરી કામ કરતા હતા ત્યારે નાઝીર નૂર આલમ શેખ સાથે તેમની મિત્રતા થઈ હતી. જોકે ત્યારબાદ તેઓ એક જ રૂમમાં સાથે રહેતા હતા. દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતો આ દરમિયાન પરણીતાનો પતિ તેના લઈને સુરત રહેવા આવી ગયો હતો અને અલગથી રૂમ રાખી રહેવા લાગ્યો હતો. જોકે બાદમાં નાઝીમ નૂર આલમે પોતાના બહારનું જમવાનું ફાવતું ન હોવાથી તેમના ઘરે જમવા આવશે અને દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતો. આ દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬ માં પરણીતા ઘરે એકલી હતી ત્યારે જમવા આવેલા નાઝીમે તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અવારનવાર ધાકધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. જેથી ભોગ બનનાર પરણીતાએ પતિને સઘળી હકીકત જણાવ્યા બાદ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારનો બીજો બનાવ સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે તેમણે યુવતીની જાણ બહાર મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયોના આધારે બ્લેકમેલ કરી વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ વાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ પણ યુવતીના ઘરે તેના ટેરેસ પર આવી શારીરિક અડપલા કરી એલફેલ ગાળો આપી જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી જઈશ તેવી ધમકી આપી માર મારી જતો રહ્યો હતો. જેથી યુવતીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર વાતચીત કરતો હતો આ બનાવની વિગત એવી છે કે, વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતો લાલજી જગાભાઈ જીંજાળા લેસપટ્ટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાલજી પુના વિસ્તારની અન્ય સોસાયટીમાં રહેતો હતો ત્યારે તેમના ઘરની સામે રહેતી એક 23 વર્ષીય યુવતી સાથે તેણે મિત્રતા કરી હતી. ત્યારબાદ લાલજીએ યુવતીને હું તને પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર તેની સાથે ફોનમાં વાતચીત કરતો હતો. ત્યારબાદ યુવતી ઘરે એકલી હોય ત્યારે તેના ઘરે જઈ શારીરિક અડપલાં કરી તેના બીબસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યું આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તથા દવા પીવાની ધમકી આપી તેને મળવા માટે લાલજીએ પોતાના માસીના ઘરે બોલાવી હતી. જ્યાં એકલતાનો લાભ લઇ લાલજીએ તેને પટ્ટાથી માર મારતા યુવતી ગભરાઈ ગઈ હતી. આ સમયે લાલજીએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાલજીએ બે થી ત્રણ વાર તેનું શારીરિક શોષણ કરી ગત તારીખ 27-03-2026ના રોજ બપોરે 12.30 વાગ્યાના અરસામાં લાલજી યુવતીના ઘરે ટેરેસ પર મળવા માટે આવ્યો હતો. તેણે શારીરિક અડપલા કરી એલ ફેલ ગંદી ગાળો આપી હતી અને જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી લઈશ તેવી ધમકી આપી માર માર્યો જતો રહ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાલજી જગાભાઈ જીંજાળા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા SP પાર્થરાજસિંહ ગોહિલે જન્મદિવસ ઉજવ્યો:હિંમતનગરમાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરી
    Next Article
    ‘Amitabh Bachchan told me I’m not being nice to him in Baghban, I couldn’t distinguish between reel and real life,’ recalls Divya Dutta 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment