Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 24 ભાજપ આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ:3 પૂર્વ પ્રમુખ સહિત 24 આગેવાનોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી હતી

    10 hours ago

    મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે મોરબી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. મોરબી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષના અધિકૃત ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 24 આગેવાનો સામે ભાજપે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ આ તમામ 24 કાર્યકરોને પક્ષમાંથી 6 વર્ષ માટે નિષ્કાસિત (સસ્પેન્ડ) કરવાનો આદેશ કર્યો છે. ટિકિટની ખેંચતાણ અને બળવો મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં 427 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી હતી, જેની સામે પક્ષે 52 ઉમેદવારોની પસંદગી કરી હતી. ટિકિટ ન મળતા અનેક પીઢ આગેવાનો અને તેમના પરિવારજનોએ નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પક્ષ દ્વારા આ આગેવાનોને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા અંતે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા મુખ્ય આગેવાનોની યાદી સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં નગરપાલિકાના 3 પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના 1 પૂર્વ ચેરમેનનો સમાવેશ થાય છે: મોરબી શહેર: દેવા પરબત અવાડિયા (પૂર્વ પ્રમુખ), લલીત કામરીયા (પૂર્વ પ્રમુખ), અનોપસિંહ સાજુભા જાડેજા (પૂર્વ પ્રમુખ). પૂર્વ સભ્યો: આસિફ રહીમ ઘાંચી, રાજેશ ચીમનલાલ રામાવત, નિર્મલા મોરારજી કંઝારીયા, નરેન્દ્ર લાલજી પરમાર અને ગીરીરાજસિંહ સુખદેવસિંહ ઝાલા. અન્ય આગેવાનો: અમિત દેવા અવાડિયા, વનિતા મુકેશ ગામી, સંગીતાબા ગીરીરાજસિંહ ઝાલા, હરીશ મોતી રાતડીયા અને સીતાબા અનોપસિંહ જાડેજા. વાંકાનેર શહેર: દર્શના વિશાલ સંઘવી, જયશ્રી જયસુખ સેજપાલ અને મીનાક્ષી કાંતિલાલ વોરા. જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો નગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયતની બેઠકો પર બળવો કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ છે: ચંદ્રિકા નથુ કડીવાર (પૂર્વ ચેરમેન, જિલ્લા પંચાયત) અને તેમના પતિ નથુ ભુરા કડીવાર. કેતન રમેશ વિડજા (જુના ઘાટીલા તાલુકા પંચાયત). પ્રવીણ અરજણ અવાડિયા (ખાખરેચી જિલ્લા પંચાયત). કાંતિલાલ નાનજી દેત્રોજા (વેજલપર તાલુકા પંચાયત). ગોરધન પોલા સરવૈયા (કોઠી જિલ્લા પંચાયત). ભાવના ભરત કાંકરેચા અને કાળુ મેરૂ કાંકરેચા (ઢુવા જિલ્લા પંચાયત). યુસુફ મિરાજી શેરસીયા (ચંદ્રપુર જિલ્લા પંચાયત). ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના આ કડક વલણે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સ્તરના નેતાને છોડવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંકેત સંગઠન દ્વારા આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કેરળની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 13નાં મોત:10 મૃતદેહો મળી આવ્યા, 3 લોકોના શરીરના અંગો વિખરાયેલા મળ્યા; 40 મજૂરો કામ કરી રહ્યા હતા
    Next Article
    ધરમપુરમાં શ્રી રામકૃષ્ણ મંદિરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ:સ્વામી નિખિલેશ્વરાનંદએ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા કેન્દ્ર ગણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment