Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માફી માગવા બોલાવી ખેલ્યો ખૂની ખેલ, 24 કલાકમાં બે હત્યા:સુરતમાં ફટાકડા ફોડવા અને બાઇક કટ મારવાની તકરારમાં નવા વર્ષની રાતે હત્યા, 5 શખસો સામે ગુનો દાખલ

    13 hours ago

    સુરત શહેરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી વચ્ચે કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ 24 કલાકમાં હત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. અશ્વિનીકુમાર વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે બાઇક કટ મારીને કાઢવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી સમાધાનના બહાને બોલાવી 28 વર્ષીય યુવક રાજેન્દ્ર માળીની જાહેરમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ લસકાણા વિસ્તારમાં દિવાળી વેકેશન દરમિયાન કારખાનામાં મજૂરીકામ કરતા 30 વર્ષીય યુવકનું કોઈ અજાણ્યા શખ્સે ગળું દબાવી હત્યા કરી નાખતાં પોલીસે બંને મામલે ગુના નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિવાળીની રાત્રે 'બાળકો રમે છે, ગાડી ધીમે ચલાવો' કહેતાં વિવાદ વકર્યો અશ્વિનીકુમાર રોડ સ્થિત અટલજીનગર સોસાયટીમાં રહેતા પ્રદીપ માળીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત 8 નવેમ્બરની રાત્રે સોસાયટીમાં સંતોષ પાટીલ દુકાન પાસે ફટાકડા ફોડી રહ્યો હતો. તે સમયે સોસાયટીનો જ સાહીલ સોનકર પૂરઝડપે બાઇક કટ મારીને નીકળ્યો હતો અને પાછળ ફટાકડાની લૂમ સળગાવી આંટાફેરા મારતો હતો. નાના બાળકો રમતા હોવાથી વાહન સરખી રીતે ચલાવવા બાબતે ટકોર કરતાં સાહીલ, રમેશ બિંદ અને રાજુ સરોજ સહિતના યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી મારામારી કરી હતી. જોકે, તે સમયે પ્રદીપ અને તેના ભાઈ સુરેશે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. સમાધાનના બહાને શનિદેવ મંદિર પાછળ લઈ ગયા, માફી મંગાવીને છરીના ઘા ઝીંક્યા આ તકરારનો ખાર રાખી બીજા દિવસે રાહુલ ગુપ્તાએ ફોન કરી 'ગઈકાલની બોલાચાલીમાં માફી માંગી લે જેથી મામલો પતી જાય' તેમ કહી પ્રદીપને બોલાવ્યો હતો. 10 નવેમ્બરની સાંજે આરોપીઓ પ્રદીપને મોપેડ પર બેસાડી શનિદેવ મંદિર પાછળ લઈ ગયા હતા. ત્યાં પ્રદીપે મહિલાઓ અને પરિવારજનો સમક્ષ માફી માંગી લીધી હતી. આ દરમિયાન પ્રદીપ એકલો ગયો હોવાથી તેનો કુટુંબી ભાઈ 28 વર્ષીય રાજેન્દ્ર (રાજુ) માળી પણ ત્યાં પહોંચ્યો હતો. પ્રદીપે માફી માંગી લીધા બાદ રાજુએ પાછળથી કોઈ ધક્કો લાગતાં 'આ લોકો હજુ બોલાચાલી કરે છે' તેમ કહેતાં જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. રાજુ સરોજ, રમેશ બિંદ, સાહીલ સોનકર, રાહુલ ગુપ્તા સહિતના શખ્સોએ રાજુ પર હુમલો કર્યો હતો અને રમેશ બિંદે પેન્ટમાંથી છરી કાઢી પેટ, પડખા અને પીઠના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ભાગેલા યુવકનું કિરણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત છરીના ઘા વાગ્યા બાદ લોહીલુહાણ હાલતમાં રાજેન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે પંખુ મોબાઇલની દુકાન સુધી દોડ્યો હતો અને ત્યાં ઢળી પડ્યો હતો. સ્થાનિકો અને પરિવારે તાત્કાલિક પોતાની બોલેરો ગાડીમાં તેને કિરણ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ગંભીર ઘાના કારણે સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે રમેશ બિંદ, રાજુ સરોજ, સાહીલ સોનકર, રાહુલ ગુપ્તા સહિત 5 લોકો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'અમારી કોઈ ભૂલ નહોતી છતાં માફી માંગી, તોય ભાઈને પતાવી દીધો' મૃતકના ભાઈ અનિલે ઘટના અંગે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં માતા, હું અને નાનો ભાઈ એમ ત્રણ સભ્યો જ હતા અને રાજેન્દ્ર સાવ નિર્દોષ હતો. સામાન્ય તકરારમાં તેનો જીવ લઈ લેવાયો છે. આરોપીઓને આજીવન કેદ જેવી કડકમાં કડક સજા થવી જોઈએ. જ્યારે પ્રદીપે જણાવ્યું હતું કે, મામલો પતાવવા અમે સામે ચાલીને માફી માંગી લીધી હોવા છતાં લુખ્ખા તત્વોએ યોજનાબદ્ધ રીતે હુમલો કરી રાજેન્દ્રની હત્યા કરી નાખી. લસકાણામાં ટેક્સટાઇલ શ્રમિકનું ગળું દબાવી રહસ્યમય સંજોગોમાં મર્ડર બીજી તરફ સુરતના લસકાણા વિસ્તારમાં ટેક્સટાઇલ કારખાનામાં બોબીન ભરવાનું કામ કરતા 30 વર્ષીય અમરબાબુ મુલચન્દ્ર નિષાદની અજાણ્યા શખ્સે ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશનો શ્રમિક પરિવાર દિવાળી વેકેશનમાં ઘરે હતો. 9 નવેમ્બરે સામાન્ય બોલાચાલી બાદ ઘરેથી નીકળેલો અમરબાબુ પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. બીજા દિવસે સવારે લસકાણા DGVCL BRTS બસ સ્ટેન્ડ સામે સર્વિસ રોડ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ગળાના ભાગે દબાવ્યાના સ્પષ્ટ નિશાન મળતાં લસકાણા પોલીસે અજાણ્યા હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    NSG કમાન્ડોની યુનિફોર્મ બદલાશે:44°C તાપમાનમાં જવાન બેભાન થયા બાદ નિર્ણય; 5 રાજ્યોમાં ચૂંટણી પહેલાં મળી શકે છે નવી વર્દી
    Next Article
    TVK Chief Vijay To Chair Crucial MLA Meeting Today Amid Controversies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment