Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બંગાળી વેપારી સાથે સોની વેપારીએ કર્યો વિશ્વાસઘાત:સોનાના દાગીના બનાવવા કામ આપી બદલામાં 24 કેરેટ ફાઈન સોનુ આપવાનું કહી રૂ.44.34 લાખની છેતરપિંડી આચરી

    12 hours ago

    રાજકોટમાં બંગાળી કારીગર સોનાના દાગીના બનાવવા નામે લાખો કરોડો રૂપિયાના ઘરેણાં લઇ નાસી છૂટ્યાની અનેક ફરિયાદ નોંધાઈ ચુકી છે પરંતુ આ વખતે 3 સોની વેપારીઓ દ્વારા બે બંગાળી વેપારી સાથે છેતરપિંડી આચરી રૂ.44.34 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સોની વેપારીઓ દ્વારા બંગાળી વેપારીને સોનાના દાગીના બનાવવા ઓર્ડર આપી બદલામાં 24 કેરેટ ફાઈન સોનુ આપવાનું કહી પરત પૂરતું ફાઈન સોનુ ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે. સોનાના દાગીના સામે 24 કેરેટ ફાઇન સોનુ આપવા કહ્યું મૂળ બંગાળના અને હાલ રાજકોટ રહેતા 35 વર્ષીય ફરિયાદી અલ્ફાજુદીન મોહરમઅલી શેખએ મીલનભાઇ પાટડીયા, કિરીટભાઇ સોની તથા ચિંતનભાઇ પ્રમોદભાઇ પાટડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતે છેઅ 16 વર્ષથી રાજકોટ સોની બજારમાં સોનાના દાગીના બનાવવાનુ કામ કરે છે. રાજકોટ સોની બજારના અલગ અલગ વેપારીઓ પાસેથી કામ લઇ તે કાનની નાની બુટ્ટી, કાનની બાલી તથા બ્રેસ્લેટ બનાવવાનું કામ કરે છે. ડીસેમ્બર 2025માં દુકાને હતા ત્યારે તેમના કારીગર સલીમ બાદશાહ ઇલી યાસભાઇ શેખએ આવીને કહ્યું કે હુ સોની બજારમા ગયો તે વખતે સોની બજારમા જુની ગધીવાડ શેરીમાં રીયા ગોલ્ડ નામની દુકાન વાળા સોની વેપારી કિરીટભાઇને 18 કેરેટમાં સોનાના દાગીના બનાવવા છે જેથી એક બે દિવસ પછી હુ તથા મારો કારીગર સલીમબાદશાહ શેખ બંને સોની બજાર જુની ગધીવાડ શેરીમા આવેલ રીયા ગોલ્ડ નામની દુકાન ગયા હતા ત્યાં વેપારી કિરીટભાઇ સોની તથા ચિંતનભાઈ પાટડીયા હાજર હતા. કિરીટભાઇ સોનીએ વાત કરી હતી કે મારે 18 કેરેટમાં સોનાની વીંટીઓ બનાવવી છે મે તેઓને કહ્યું કે હુ ઘણા વેપારીઓનો ઓર્ડર મુજબ કામ રાખુ છુ તમે પણ મને ઓર્ડર આપજો અને હુ જે સોનાના દાગીના બનાવવુ તેની સામે તમારે મને 24 કેરેટ ફાઇન સોનુ આપવાનુ થશે. 18 કેરેટ સોનામાં 350 ગ્રામના બ્રેસલેટ 3 દિવસમાં બનાવવાના છે ત્યારબાદ બે ત્રણ દિવસમા કિરીટભાઇનો ફોન આવ્યો અને ફરિયાદીને કહ્યું કે મારે ચાર લેડીસ વીંટી 18 કેરેટમાં 10 ગ્રામ સોનામા બનાવવી છે જે મારે એક દિવસમા જોઇએ છે જેથી કિરીટભાઇને ઓર્ડર મુજબની ચાર લેડીસ વીંટી બનાવી આપી હતી જેની સામે 7.50 ગ્રામ 24 કેરેટ ફાઇન સોનુ પરત આપ્યું હતુ. ત્યારબાદ કિરીટભાઈ સોનીએ બીજી વખત તા.29.12.2025ના રોજ ફોન કરી દુકાન બોલાવ્યો હતો જેથી ફરિયાદી તેઓની દુકાન ગયો હતો તે વખતે દુકાને કિરીટભાઈ તથા ચિંતનભાઇ પાટડીયા હાજર હતા કરિરીટભાઇએ 18 કેરેટ સોનામાં 350 ગ્રામના બ્રેસલેટ બનાવવાના છે અને આ પણ ત્રણ દિવસમા મારે જોઇએ છે જેથી ત્રણ-ચાર દિવસમા આ ઓર્ડર મુજબના બ્રેસલેટ બનાવી આપીશ કહી વાતચીત કરી ઓર્ડરની કાચી ચિઠ્ઠી બનાવી આપી હતી. બાકીનુ 78.780 ગ્રામ ફાઇન સોનુ મારે લેવાનુ બાકી હતુ ત્યારબાદ તા.02.01.2026ના રોજ કિરીટભાઈને તેના ઓર્ડર મુજબના 18 કેરેટ સોનામા 227.890 ગ્રામના બ્રેસલેટના દાગીના બનાવીને આપતા તેઓની દુકાને મિલનભાઈ પાટડીયા હાજર હતા અને કિરીટભાઇએ ફરિયાદીને કહ્યું કે તમને જે દાગીના બનાવવા આપ્યા છે તે આ મિલનભાઈનો જ ઓર્ડર છે મિલનભાઈ પાટડીયા ત્યાં હાજર હતા જે બાદ ફરિયાદીએ બનાવેલ દાગીના કિરીટભાઈને આપતા તેઓ દાગીનાનો વજન કરતા તેનો કુલ વજન 227.890 ગ્રામ થયો હતો તેનો હિસાબ કરતા કિરીટભાઇએ કુલ 178.780 ગ્રામ 24 કેરેટ ફાઇન સોનુ આપવાનુ નિકળતુ હતુ તેની સામે કિરીટભાઇએ 100 ગ્રામ 24 કેરેટ ફાઇન સોનુ પરત આપ્યું હતુ અને બાકીનુ 78.780 ગ્રામ ફાઇન સોનુ મારે લેવાનુ બાકી હતુ જે બીજે દિવસે લઇ જવાનું જણાવી દુકાને હાજર ચિંતનભાઈએ હિસાબની બીજી કાચી ચિઠ્ઠી બનાવી આપી હતી. સોનાનો માલ અમદાવાદ રેલ્વે પોલીસમાં પકડાઇ ગયો હોવાનું બહાનું બનાવ્યું બીજે દિવસે કિરીટભાઇની દુકાને બાંકી રહેલ સોનુ લેવા જતા તેઓની દુકાન બંધ હતી જેથી તેઓને ફોન કરતા કિરીટભાઇએ પોતાનો સોનાનો માલ અમદાવાદ રેલ્વે પોલીસમાં પકડાઇ ગયો છે જેથી હું અમદાવાદ આવ્યો છુ સોમવારે રાજકોટ આવીશ જેથી સોમવાર સુધી રાહ જોઈ પરંતુ સોમવારે પણ દુકાન નહિ ખુલતા ફરીવાર કિરીટભાઇને ફોન કર્યો હતો ત્યારે કહ્યું કે મારો માલ ફસાઇ ગયેલ છે હુ અમદાવાદથી નિકળી શકુ તેમ નથી ત્રણ ચાર દિવસમા રાજકોટ આવી તમારુ સોનુ તમને આપી જઈશ આમ વાતચીત કરી ત્યારબાદ કિરીટભાઇએ તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ડિસેમ્બર 2025માં 100 ગ્રામ કાનની બાલી બનાવવાનો ઓર્ડર આપ્યો ફરિયાદી ઉપરાંત સોની બજારમાં દુકાન ધરાવતા બંગાળી વેપારી સુરજઅલી જનાબઅલી શેખનું પણ આજ રીતે સોનાના દાગીના બનાવવાનો ઓર્ડર આપી ઓર્ડર મુજબના દાગીના લઇ તેઓનુ પણ થોડુ ફાઇન સોનુ બાકી રાખી પરત આપ્યું ન હતુ જેથી બંગાળી વેપારી સુરજઅલી જનાબઅલી શેખને મળતા તેણે વાત કરી કે, સોની બજારમાં રીયા ગોલ્ડ નામની દુકાન ખાતે મિલનભાઈ પાટડીયા મને મળ્યો હતો અને તેઓને 18 કેરેટ સોનાના દાગીના ઓર્ડર મુજબ બનનાવા હતા જેથી તેઓને મળ્યો હતો અને ગઇ તા.17.12.2025ના રોજ મિલનભાઇએ મને ફોન કરી જણાવ્યું કે તેઓને 18 કેરેટ સોનામાં 100 ગ્રામ કાનની બાલી બનાવવાનો ઓર્ડર આપ્યો હતો જેથી મિલનભાઇના ઓર્ડર મુજબના દાગીના ત્રણ-ચાર દિવસમા બનાવી તા.23.12.2025ના રોજ મિલનભાઇને ફોન કરી તેઓના ઓર્ડર મુજબના દાગીના બની ગયા હોવાની જાણ કરતા હાલ હુ દુકાને નથી બહારગામ છુ તમે મારી દુકાને જાવ મારા ભાઇ બેઠા છે તેઓને તમે દાગીના આપી તમારૂ હિસાબનું ફાઇન સોનુ તેની પાસેથી લઈ લેજો. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ફરિયાદીએ મિલનભાઇએ આપેલ ઓર્ડર મુજબના 18 કેરેટના કાનની બાલી બનાવેલ દાગીના આપેલા આ દાગીનાનો કિરીટભાઇએ વજન કરતા તેનો કુલ વજન 87.230 ગ્રામ થયો બાદમા તેનો હિસાબ કરતા કિરીટભાઇએ કુલ 66.990 ગ્રામ 24 કેરેટ ફાઇન સોનુ આપવાનું નિકળતુ હતુ તેની સામે મને 59.870 ગ્રામ ફાઇન આપેલું અને બાકીનુ 7.120 ગ્રામ ફાઇન સોનુ આપવાનુ બાકી રાખેલ હતુ અને તે બીજે દિવસે લઇ જવાનું જણાવી હિસાબીની બીજી કાચી ચિઠ્ઠી બનાવી આપી હતી. આમ ફરિયાદી અને સાહેદ સાથે કુલ 43.34 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારી સામે ગુનો નોંધી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સેન્સેક્સમાં શરૂઆતથી જ મજબૂત ખરીદીની શક્યતા:વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે અસ્થિરતા
    Next Article
    વિદ્યાર્થિનીની રાહુલ ગાંધીને અપીલ- મને ન્યાય અપાવો:મારા પિતા પર હુમલો કરનારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે; વિરોધ પક્ષના નેતા બોલ્યા- હું તમારી સાથે છું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment