Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજુ બે દિવસ જોરદાર પવન-ગાજવીજ સાથે વરસાદની ચેતવણી:મહીસાગરમાં વાવાઝોડું, વાહનો પલટ્યાં; 24 કલાકમાં તાપમાનનો પારો 3°C ઊંચકાયો, રાજકોટ સૌથી ગરમ

    1 day ago

    ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વાવાઝોડાના કારણે વાહનો પણ પલટી ગયાં હતાં. તો બીજી તરફ ગરમીથી થોડી રાહત મળ્યાં બાદ ફરી રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.9°C અને અમરેલીમાં 41.7°C નોંધાયું છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 40.2°C નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પ્રચંડ પવન સાથે વરસાદી માહોલ જામશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. અરેબિયન સમુદ્ર, લક્ષદ્વીપ અને કેરળના કેટલાક ભાગોમાં ચોમાસું વધુ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં ફરી ગરમીનો પારો ઊંચકાયો, રાજકોટ સૌથી ગરમ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ફરી એકવાર વધ્યો છે. સૌથી મોટો અને આશ્ચર્યજનક ઉછાળો ડીસામાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 36.8°Cથી એકઝાટકે 3.9°C વધીને 40.7°Cએ પહોંચી ગયું છે. આ જ રીતે, ગાંધીનગરમાં 3.4°Cનો વધારો (36.2°Cથી 39.6°C) અને અમદાવાદમાં 3.2°Cનો વધારો (37.0°Cથી 40.2°C)નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારોમાં ફરીથી 40.0°Cથી વધુ ગરમીનો અનુભવ થયો છે. સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં પણ પારો નોંધપાત્ર રીતે ઊંચકાયો છે, જેમાં અમરેલીમાં 2.8°Cનો વધારો (38.9°Cથી 41.7°C) અને ભાવનગરમાં 2.5°Cનો વધારો (36.4°Cથી 38.9°C) સામેલ છે. ખાસ કરીને રાજકોટમાં તાપમાન 2.2°C વધીને 40.7°Cથી 42.9°C એ પહોંચી ગયું છે, જે 3 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન હતું. મધ્ય ગુજરાતના વડોદરામાં પણ 1.8°Cનો વધારો (36.4°C થી 38.2°C) જોવા મળ્યો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં દ્વારકામાં 1.4°Cનો વધારો (33.8°Cથી 35.2°C), સુરતમાં 1.1°Cનો વધારો (34.5°Cથી 35.6°C) અને કંડલા એરપોર્ટ પર 0.2°Cનો સામાન્ય વધારો (41.0°Cથી 41.2°C) નોંધાયો છે. બીજી તરફ, રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક મર્યાદિત દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઘટવાને કારણે ગરમીથી સામાન્ય રાહત મળી છે. એકંદરે, 2 જૂનની સરખામણીએ 3 જૂને દરિયાકાંઠાના થોડા ભાગોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનું જોર ફરી એકવાર પકડાયેલું જોવા મળ્યું છે. આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 2-3°Cનો ક્રમશઃ ઘટાડો નોંધાશે. જોકે, ત્યાર બાદ ફરી તાપમાનમાં 2-3°Cનો ધીમો વધારો થઈ શકે છે. ગત 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાક માટે પ્રચંડ વાવાઝોડા અને વરસાદની 'થંડરસ્ટોર્મ વોર્નિંગ' હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સમગ્ર રાજ્યમાં 'થંડરસ્ટોર્મ વોર્નિંગ' (વાવાઝોડા અને વીજળીની ચેતવણી) જાહેર કરી છે. આ દરમિયાન રાજ્યભરમાં ધૂળની ડમરીઓ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. 4થી 10 જૂનની આગાહી ખેડૂતો અને નાગરિકો માટે સૂચના વાવાઝોડા અને વીજળીના કડાકા વખતે ઝાડ કે કાચા મકાનોની નીચે આશ્રય ન લેવા અને પવન દરમિયાન સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રણવીર સિંહને સપોર્ટ કરીને ફસાયા રામ ગોપાલ વર્મા:કહ્યું- FWICE ને બેન કરો, રણવીરને નહીં; ફેડરેશને 1.25 કરોડના દેણાની યાદ અપાવી ને માફીની માંગ કરી
    Next Article
    ન્યાય મંદિરના નવા કોર્ટ સંકુલનું આવતીકાલે લોકાર્પણ:આધુનિક સુવિધાઓથી સજ્જ, હિંમતનગરની તમામ અદાલતો કાર્યરત થશે, બહુમાળી સંકુલને રોશનીથી શણગારાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment