Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચ વરસાદથી સ્થિતિ બગડી:સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ, બે ખાડી ઓવરફલો; અમદાવાદમાં ધોધમાર, 3 જિલ્લામાં રેડ એલર્ટ

    20 hours ago

    આજે 23 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરતમાં સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક નજીક વહી રહી છે. સુરતમાં ખાડી નજીક રહેતા 2,244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વરસાદે વલસાડને ધમરોળી નાખ્યું છે અને હજુ પણ ધોધમાર વરસી રહ્યો છે. આભ ફાટ્યુ હોય તેમ વલસાડના ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં રાતના 1થી સવારના 6 વાગ્યા સુધીમાં જ 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પણ સૌથી વધુ ઉમરગામમાં સાડા સાત ઇંચ છે. આજે 23 જુલાઈ સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 7.20 ઇંચ નોંધાયો છે, જે અન્ય તમામ તાલુકાઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. તે પછી સુરતના ઉમરપાડામાં 5.15 ઇંચ વરસાદ થયો છે. બીજી તરફ, સૌથી ઓછો વરસાદ ડોલવણ તાલુકામાં 1.30 ઇંચ નોંધાયો છે, જ્યારે તેની નજીક વ્યારામાં 1.34 ઇંચ અને સુબીરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ વરસ્યો છે. 206 જળાશયોમાં 41 ટકા જળસંગ્રહ છે. જ્યારે નર્મદા ડેમમાં 68 ટકા જળસંગ્રહ છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50 ટકા જ્યારે સૌથી ઓછો કચ્છમાં 3.50 ટકા જ વરસાદ વરસ્યો છે. આજે 23 જુલાઈમાં વલસાડમાં ભારે વરસાદ અને ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા મોડી રાતે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારાથી ઉનાઈ તરફ જતા નેશનલ હાઈવે પર કોતરના ધસમસતા પાણી ફરી વળ્યાં. રાજ્યના વરસાદની તસવીરો… આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી આગામી 24 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 25 જુલાઈ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ અને વાવ-થરાદ, મહેસાણા તથા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસુ સત્રમાં નીટ પેપર લીક પર હોબાળાની શક્યતા:ગઈકાલે રાજ્યસભામાં ખડગે બોલ્યા હતા- પ્રધાન રાજીનામું આપે, પછી ચર્ચા કરીશું; સરકારે કહ્યું- રાજકારણ ન થાય
    Next Article
    વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:ઔરંગા નદી ઇતિહાસમાં પહેલીવાર 9 મીટરની ભયજનક સપાટીએ; 200થી વધુ લોકોનું સ્થળાંતર, તંત્ર એલર્ટ મોડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment