Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં 3 માસૂમ સ્વિમિંગ પૂલ-વોટર પાર્કમાં ડૂબ્યા:જામનગર-જૂનાગઢમાં 8 વર્ષના બે બાળક પાણીમાં ગરકાવ, કામરેજમાં માતાની નજર સામે પુત્રનું મોત, બેદરકારી સામે ઉઠ્યા ગંભીર સવાલો

    1 सप्ताह पहले

    ગુજરાતમાં મનોરંજન અને પ્રવાસના નામે ધમધમતા ફાર્મહાઉસ, રિસોર્ટ અને વોટર પાર્ક હવે માસૂમ બાળકો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ જિલ્લામાં કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ત્રણ નિર્દોષ બાળકે સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કના પાણીમાં ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. જામનગર, જૂનાગઢ અને સુરતના કામરેજમાં બનેલી આ ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે અને રિસોર્ટ સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા તેમજ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. જામનગર: જાંબુડાના હોલીડે રિસોર્ટમાં 9 વર્ષના હર્ષનું કરૂણ મોત પ્રથમ ઘટનાની વાત કરીએ તો, જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટિયા નજીક આવેલા હોલીડે રિસોર્ટમાં પરિવાર સાથે રવિવારની રજા માણવા ગયેલા પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જામનગરનો 9 વર્ષનો માસૂમ બાળક હર્ષ કિરીટભાઈ પરમાર પરિવાર સાથે સાંજે આશરે 5:30 વાગ્યે રિસોર્ટ પહોંચ્યો હતો. પરિવાર સાથે ઉત્સાહભેર સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલો હર્ષ અચાનક પાણીના ઊંડા ભાગમાં ગરકાવ થઈ ગયો હતો. ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે તે પૂલની અંદર જ બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને પંચકોષી 'એ' ડિવિઝનના PI શેખ સહિતનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે રિસોર્ટના તમામ સરકારી દસ્તાવેજો અને CCTV ફૂટેજ કબજે લીધા છે. પૂલ પર લાઈફગાર્ડ હાજર હતો કે, નહીં અને રિસોર્ટ તંત્રની બેદરકારી અંગે ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઈ છે. જૂનાગઢ: કિંગડમ વોટર પાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબવાથી મોત બીજી હૃદયદ્રાવક ઘટના આજે (6 જૂન) બપોરે સામે આવી હતી. ભાવનગરમાં રહેતો પરિવાર વેરાવળ મામાના ઘરે આવ્યો હતો. ત્યાંથી માતા-પિતા અને સગા વહાલાઓ સાથે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા 'કિંગડમ વોટર પાર્ક'માં કિંગડમ વોટરપાર્કમાં નાહવા ગયા હતા. જ્યાં અંદાજે 8 વર્ષના એક માસૂમ બાળકનું વોટર પાર્કના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગેરકાયદે બાંધકામ અને લાયસન્સના આક્ષેપો આ દુર્ઘટના બાદ વોટર પાર્કના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે અને સ્થાનિક સ્તરે અનેક ગંભીર ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમ કે, વોટર પાર્ક અને હોટલની આગળની કેટલીક જમીન સરકારી ગૌચરની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વોટર પાર્કની ઉપરથી હાઈ ટેન્શન વીજલાઈનો પસાર થતી હોવા છતાં તેને જરૂરી મંજૂરીઓ મળી કેવી રીતે તે તપાસનો વિષય છે. મુલાકાતીઓ પાસેથી ₹500 થી ₹700 વસૂલવા છતાં પાકી ટિકિટ ન અપાતી હોવાના આક્ષેપો થયા છે. તેમજ રાઈડ્સ માટેના જરૂરી સેફ્ટી લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાની પણ આશંકા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) કામરેજ: માતા કપડાં બદલવા ગઈ ને ઈકો વિલેજમાં એકના એક પુત્ર ધર્મનું ડૂબી જવાથી મોત સૌથી વધુ કાળજું કંપાવનારી ઘટના સુરતના કામરેજ તાલુકાના હલધરૂ ગામે આવેલા 'ઈકો વિલેજ ફાર્મહાઉસ'ના ફાર્મ નં. 02માં ઘટી છે. ગતરોજ (5 જૂને) ખોલવડ ગામની સ્ટાર પવિત્રનગરી સોસાયટીની મહિલાઓ સવારે એક ટેમ્પો ભાડે કરીને અહીં વન-ડે પિકનિક માટે આવી હતી. કેમેરા ફિટિંગનો વ્યવસાય કરતા પરશોત્તમભાઈ તળાવીયાનો એકમાત્ર ધોરણ-3માં ભણતો 8 વર્ષનો દીકરો ધર્મ તળાવીયા પણ તેની માતા સાથે આવ્યો હતો. સવારે આશરે 9:30 વાગ્યે જ્યારે સોસાયટીની મહિલાઓ સ્વિમિંગ પૂલમાં નહાતા પહેલાં કપડાં બદલવા ગઈ, ત્યારે ધર્મને અન્ય બાળકો સાથે બાજુમાં હિંચકા પાસે રમતો હતો. પરંતુ માસૂમ ધર્મ રમતાં-રમતાં અચાનક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. થોડી જ મિનિટોમાં મહિલાઓ બહાર આવી ત્યારે, ધર્મને પાણીમાં ડૂબેલો જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્થાનિક રેશ્માબેને પૂલમાં કૂદીને તેને બહાર કાઢ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતાં સુધીમાં આ માસૂમે દમ તોડી દીધો હતો. એકના એક વહાલસોયા પુત્રના મોતથી માતાપિતા પર આભ તૂટી પડ્યું છે. કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) તંત્ર સામે જનતાનો આક્રોશ આ ત્રણેય ઘટના બાદ લોકોની સુરક્ષા પર કેટલાક સવાલો ઊભા થાય છે. જેમ કે, લાઈફગાર્ડની ફરજિયાત હાજરી ક્યાં?, ગેરકાયદેસર ફાર્મહાઉસ પર લગામ ક્યારે? અને આ માસૂમોના મોતનો જવાબદાર કોણ? સરકારી નિયમો અનુસાર કોઈપણ કોમર્શિયલ સ્વિમિંગ પૂલ કે વોટર પાર્કમાં સર્ટિફાઇડ લાઈફગાર્ડ તહેનાત હોવા અનિવાર્ય છે. તો આ ત્રણેય ઘટના વખતે લાઈફગાર્ડ ક્યાં ગાયબ હતા? કામરેજ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ભાડે અપાતાં ખાનગી ફાર્મહાઉસના પૂલ માટે કોઈ ચોક્કસ સુરક્ષા ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેનું ચેકિંગ કેમ નથી થતું? નફો કમાવવાની લહાયમાં લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા સંચાલકો સામે માત્ર 'અકસ્માત મોત'નો ગુનો કેમ? ગુજરાતમાં 24 કલાકમાં બનેલી આ ત્રણેય ઘટના આંખ ઉઘાડનારી છે. જ્યાં સુધી વહીવટી તંત્ર આવા રિસોર્ટ અને વોટર પાર્કના લાયસન્સ, સેફ્ટી ઓડિટ અને ફાયર સેફ્ટીની કડક તપાસ નહીં કરે, ત્યાં સુધી આવા માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાતા રહેશે. વાલીઓએ પણ પોતાના બાળકોને પાણીની આસપાસ એકલા ન છોડવા માટે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    ‘Jo ukhadna hai ukhad lo’: Shilpa Shinde reacts to backlash over false allegation row
    Next Article
    વલસાડના પલસાણામાં 4-5 પશુઓ પર એસિડ એટેક:ચામડી ઉખડી, લોહીલુહાણ હાલતમાં મળ્યાં; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment