Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન પર 24 કલાકમાં ઈઝરાયલના 230 હવાઈ હુમલા:અત્યાર સુધીમાં 4800 ઈરાની સુરક્ષાકર્મીઓના મોત; ચીન-પાકિસ્તાને 5 સૂત્રી સીઝફાયર પ્લાન બનાવ્યો

    15 hours ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 33મો દિવસ છે. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે મંગળવારે 24 કલાકમાં ઈરાનમાં 230થી વધુ હવાઈ હુમલા કર્યા. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલા આયોજિત ઓપરેશનનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનની સૈન્ય તાકાતને નબળી પાડવાનો છે. ઈરાનનું કહેવું છે કે ઈઝરાયલ અને અમેરિકા માત્ર સૈન્ય મથકો પર જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો સાથે જોડાયેલી જગ્યાઓ પર પણ હુમલા કરી રહ્યા છે. તેમજ, તેહરાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના ઓછામાં ઓછા 4,770 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. આ દરમિયાન અંદાજે 21 હજાર લોકો ઘાયલ પણ થયા છે. બીજી તરફ ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે બેઈજિંગમાં બેઠક બાદ એક 5 પોઈન્ટવાળી યોજના જાહેર કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઈરાન યુદ્ધ રોકવાનો છે. ચીન-PAKનો 5 પોઈન્ટનો સીઝફાયર પ્લાન… યુદ્ધથી મિડલ ઈસ્ટને ₹18 લાખ કરોડનું નુકસાન યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ સમગ્ર વિસ્તારના અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમના રિપોર્ટ મુજબ આ સંઘર્ષ હવે માત્ર અમુક દેશો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સમગ્ર ક્ષેત્ર માટે મોટું સંકટ બની ગયો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Mumbai Metro network hits 90 km, set to cross 120 km by 2026 — A guide to what opens next, what’s delayed
    Next Article
    Iran War Could Be Over Within Three Weeks, Says Trump

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment