Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીને લઈ 24 કલાક મોનિટરિંગ-સુરક્ષાનું સઘન આયોજન:ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 211 મતદાન મથકો સંવેદનશીલ જાહેર, મદદ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે

    2 days ago

    ગાંધીનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા અને નાગરિકો માટે હેલ્પલાઇન સહિતનું દ્વિસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા અને સંવેદનશીલ મથકોનું લિસ્ટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુરક્ષાની સમીક્ષા બાદ કુલ 892 મતદાન મથકોમાંથી 211 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આશરે 23.5 ટકા મથકો પર વધારાના પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત રહેશે. કલોલ નગરપાલિકાના 102 પૈકી 42 મથકો પર બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના 83 મથકો સહિત દહેગામ અને માણસાના વિસ્તારોમાં પણ વિશેષ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. જે-તે વિસ્તારનો ગુનાહિત ઇતિહાસ અને અગાઉની ચૂંટણીઓના ઘર્ષણના બનાવોને આધારે આ સંવેદનશીલ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. 24 કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ અને હેલ્પલાઇન વહીવટી પ્રશ્નો અને આચારસંહિતા ભંગની ફરિયાદોના ત્વરિત નિરાકરણ માટે સેક્ટર-11 સ્થિત જિલ્લા સેવા સદન ખાતે વિશેષ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. નાગરિકો કોઈપણ સમસ્યા માટે 079-232 65900 પર સંપર્ક કરી શકશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના સુપરવિઝન હેઠળ આ રૂમ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી તમામ ગતિવિધિઓનું ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાથી કેદારનાથ દર્શને ગયેલા શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત:દીકરાના ગંભીર આરોપ- મૃતદેહ 2 કલાક સુધી તડકામાં પડી રહ્યો, એમ્બ્યુલન્સ માટે ₹16,000 માંગ્યા
    Next Article
    ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસની રેડ:19 હજારથી વધુના ઇંગ્લિશ દારૂ સાથે શખસ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment