Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે:24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ થશે

    1 day ago

    રાજ્યની માથે મંડરાઈ રહેલી માવઠાની ઘાત હાલમાં ટળી છે. હવે રાજ્યમાં લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે 11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 36.7 સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    કાર એસેસરીઝના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત:'મૂડી સાથે વ્યાજ ચૂકવવા છતા રૂપિયા માંગવામાં આવતા', વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાંનો મૃતકના ભાઈનો આક્ષેપ
    Next Article
    જૂનાગઢમાં 'વર્લ્ડ નવકાર ડે' ની ભવ્ય ઉજવણી:વિશ્વ નવકાર દિવસ નિમિત્તે સમૂહ જાપ દ્વારા વૈશ્વિક શાંતિનો સંદેશ,રાગ-દ્વેષ વિજેતા અનંત સિદ્ધ આત્માઓને વંદન કરી વિશ્વ શાંતિ અને યુદ્ધ વિરામ માટે મંગલકામના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment