Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ:વિંછીયા પરામાં 2 કોમ વચ્ચે જૂથ અથડામણ; એક ગંભીર રીતે ઘાયલ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં

    2 days ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ફરી એકવાર બે કોમ વચ્ચે હિંસક બબાલ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે જિલ્લા પોલીસવડા સહિતનો મોટો કાફલો ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો છે. બપોરના ઝગડાની અદાવત રાત્રે વકરી વિવાદની શરૂઆત ગઈકાલે, 3 એપ્રિલના રોજ બપોરે આશરે 2:00 કલાકે થઈ હતી. પશુને માર મારવા જેવી બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, આ વિવાદ શાંત પડવાને બદલે રાત્રે 8:45 કલાકે ફરી વકર્યો હતો. રાત્રિના સમયે થયેલી આ બબાલમાં પથ્થરમારો અને મારામારીના દૃશ્યો સર્જાયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા આ હિંસક અથડામણમાં રફિક હાજીભાઈ સૈયદ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગઢડા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતાં તેમને બોટાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનો અભેદ્ય કિલ્લો અને કોમ્બિંગ ઘટનાની જાણ થતા જ બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા, DYSP મહર્ષિ રાવલ, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ‘હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે’ : DYSP મહર્ષિ રાવલ બોટાદ DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, બપોરની ઘટના બાદ રાત્રે ફરીથી તણાવ સર્જાયો હતો, પરંતુ પોલીસ તંત્ર તત્કાલ હરકતમાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ છે. અત્યારે ગઢડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ છે, પરંતુ અગમચેતીના ભાગરૂપે પોલીસ ફોર્સ તહેનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Assembly Elections 2026 Live Updates: TMC seeks removal of Bhabanipur returning officer, alleges proximity with Suvendu Adhikari
    Next Article
    3 years after suspension, corporator Alpesh Limbachiya back in BJP fold  

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment