Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ:ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર, મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં

    1 day ago

    રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ વરસાદની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સજ્જ બન્યું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થવા અને રસ્તાઓ તૂટી જવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તાજેતરમાં જ તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વની રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં ચોમાસા પૂર્વની કામગીરીની સમીક્ષા કરવાની સાથે જ અતિવૃષ્ટિ કે પૂર જેવી આપત્તિ સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓની સાથે જ એન્જિનિયરોને 24 કલાક શિફ્ટ મુજબ કામગીરી સોંપી દેવામાં આવી છે. તેમજ ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 24 કલાક અધિકારીઓ હાજર રહે તેવા ઓર્ડર કરવામાં આવ્યા કમિશનર દ્વારા લેવાયેલા કડક નિર્ણયોના ભાગરૂપે આ વર્ષે ચોમાસા દરમિયાન કંટ્રોલ રૂમની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. ફાયર બ્રિગેડ સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમને હાલમાં નાનામવા રોડ પરનાં આઈસીસીસી (ICCC) ભવન ખાતે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ ખાતે નાગરિકોની સુવિધા અને બચાવ રાહત કાર્ય માટે 24*7 એટલે કે ચોવીસેય કલાક અધિકારીઓ હાજર રહે તેવા ઓર્ડર કરવામાં આવ્યા છે. આ માટે દિવસ-રાત દરમિયાન કુલ 3 અલગ-અલગ શિફ્ટ બનાવવામાં આવી છે, જેમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી, બપોરે 2થી રાત્રે 10 વાગ્યા સુધી અને રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી અધિકારીઓ ફરજ પર તૈનાત રહેશે. દિવસ-રાત દરમિયાન કુલ 3 અલગ-અલગ શિફ્ટ ગોઠવાઈ અધિકારીઓની શિફ્ટવાઈઝ ડ્યુટીની વાત કરીએ તો, સોમવારે મયુર ખીમસુરીયા, દિલીપ ચારોલ, ભાવેશ પુરોહિત, રવજીભાઇ સીંધવ, હિતેશ ભસોટીયા અને દિપક આહીરને જવાબદારી સોંપાઈ છે. મંગળવારે પ્રણય પંચાલ, કૃષ્ણસિંહ જાડેજા, મનીશ વોરા, મહેન્દ્ર મુદડીયા, સુર્યપ્રતાપસિંહ અને વિનોદ ચાવડા ફરજ બજાવશે. બુધવારે હિતેશ ભસોટીયા, રાજન બડોદરીયા, મયુર ખીમસુરીયા, કિશોરસિંહ રાણા, ભાવેશ પુરોહિત અને અશોક દાફડા હાજર રહેશે. ગુરૂવારે સુર્યપ્રતાપસિંહ, નરેશ વીરડીયા, પ્રણય પંચાલ, પંકજ ઠાકર, મનીશ વોરા અને હમીર સખરા વ્યવસ્થા સંભાળશે. શુક્રવારે ભાવેશ પુરોહિત, જયેશ પંડ્યા, હિતેશ ભસોટીયા, ભાવેશ ગાંધી, મયુર ખીમસુરીયા અને પ્રવિણ રાંક ફરજ પર રહેશે. શનિવારે હિતેશ ભસોટીયા, હિતેશ ભટ્ટ, મયુર ખીમસુરીયા, મયુર મુછળ, ભાવેશ પુરોહિત અને ઝાકીર હુશેન તૈનાત રહેશે. જ્યારે રવિવારે મનીશ વોરા, ભુરાભાઇ ચૌધરી, સુર્યપ્રતાપસિંહ, કાઝી સોયબ, પ્રણય પંચાલ અને મહેશભાઇ જાદવને ફરજના આદેશ અપાયા છે. ફ્લડ કંટ્રોલ રૂમમાં હાજર રહેનારા તમામ અધિકારીઓને માથે ભારે વરસાદ સમયે બચાવ અને રાહત કામગીરીનું સીધું સુપરવિઝન કરવાની મોટી જવાબદારી રહેશે. આ ટીમે નાયબ કમિશનર (હેડ ક્વાર્ટર)ની સૂચના અનુસાર સતત રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત, કટોકટીની પળોમાં રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર કચેરી અને અન્ય સરકારી આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સાથે સતત સંકલન જાળવી રાખવું પડશે. જો શહેરમાં ક્યાંય પણ જાનમાલનું નુકસાન થાય તો તેની વિગતો તાત્કાલિક ઉચ્ચ સ્તરે મોકલીને બચાવ કાર્ય ઝડપી બનાવવાની જવાબદારી પણ આ સ્ટાફને સુપરત કરવામાં આવી છે. કમિશનરની દેખરેખ હેઠળ નાયબ કમિશનરોને ઝોન વાઇઝ કમાન્ડ સોંપાયા શહેરમાં આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બને તે માટે કમિશનર તુષાર સુમેરાની સીધી દેખરેખ હેઠળ નાયબ કમિશનરોને ઝોન વાઇઝ કમાન્ડ સોંપવામાં આવ્યો છે. જેમાં નાયબ કમિશનર પંકજ જોશી, ઇસ્ટ ઝોનના પથિક પટેલ (ટેકનિકલ), વેસ્ટ ઝોનના સી. કે. નંદાણી, સેન્ટ્રલ ઝોનના એચ. આર. પટેલ અને નાયબ કમિશનર (હેડક્વાર્ટર) સમીર ધડુકને સમગ્ર રાહત-બચાવ કામગીરી પર નિયંત્રણ રાખવા માટે નિયુક્ત કરાયા છે. આ ઉચ્ચ અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં રહેશે જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મોટા નિર્ણયો લઈ શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ક્યાં અધિકારીને ક્યા વિભાગનો આદેશ ટેકનિકલ કામગીરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે પણ એન્જિનિયરોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. એડિશનલ સિટી ઇજનેર એ. એ. રાવલને દર વર્ષની જેમ ટેકનિકલ સ્ટાફના શિફ્ટ મુજબ ઓર્ડર કરવા તેમજ કોન્ટ્રાક્ટરો પાસેથી ટ્રક, ટ્રેક્ટર અને મજૂરોની આગોતરી વ્યવસ્થા રાખવા જણાવાયું છે. ઇસ્ટ ઝોનના સિટી ઇજનેર પરેશ અઢીયાને ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પડતા ખાડાઓ તાકીદે પૂરવા અને જો કોઈ ભયગ્રસ્ત મકાન ધરાશાયી થાય તો તુરંત ડિમોલિશન અને બચાવ કામગીરી કરવા આદેશ અપાયા છે. આ સાથે જ ત્રણેય ઝોનમાં સ્પેશિયલ ટીમો બનાવી જરૂર પડે પ્રાઇવેટ એજન્સીઓની મદદ લેવાની પણ છૂટ આપવામાં આવી છે. કુંતેશ મહેતાને રાઉન્ડ ધ ક્લોક એટલે કે સતત મોનિટરિંગ કરવાની વિશેષ જવાબદારી ચોમાસાની સમગ્ર વ્યવસ્થામાં ઇસ્ટ ઝોનના એડિશનલ સિટી ઇજનેર કુંતેશ મહેતાને રાઉન્ડ ધ ક્લોક એટલે કે સતત મોનિટરિંગ કરવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી સ્તરે વહેંચણી કરતા આસિસ્ટન્ટ કમિશનર કે. ડી. વાઢેર, ડી. એમ. ડોડિયા, રાજીવ ગામેતી તેમજ ફૂડ વિભાગના હાર્દિક મેતા અને વી. ડી. ધોણીયા સહિત તમામ વોર્ડ ઓફિસરોને ફિલ્ડમાં રહીને સક્રિય કામગીરી કરવા માટે એલર્ટ કરી દેવાયા છે. મહાનગરપાલિકાના આ વ્યાપક આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ચોમાસા દરમિયાન સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે અને વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહે. ત્યારે હવે આપતિ સમયમાં ટીમ કમિશનર કેવી કામગીરી કરે છે તે આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    મામુલી વરસાદમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય !:રાજકોટના કાલાવડ રોડ પરનાં લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં વરસાદી પાણીનાં કારણે લોકો ત્રાહિમામ, સ્થાનિકોમાં ભારે રોષ છવાયો
    Next Article
    Amreli Lion Attacks | સાવરકુંડલાના ઠવી ગામમાં પશુપાલક પર સિંહનો હુમલો | Forest Department | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment