Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ:સત્તાવાર ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ જ થશે, 41.5 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર

    1 week ago

    રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે. જ્યારે મુંબઈમાં આ વર્ષે ચોમાસું સમયસર કે વહેલું દસ્તક આપી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. જોકે, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આજે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આકરી ગરમી પર યથાવત છે. આજે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સતત બીજા દિવસે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં આજે 41.5 ડિગ્રી જ્યારે ગાંધીનગર- સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 24 કલાક ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે, વીજળીના કડાકા-ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આજથી 11 જૂન સુધીની આગાહી જેમ-જેમ દિવસો આગળ વધશે તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. જોકે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં આગામી 6 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે. દેશમાં ચોમાસુ મેંગ્લોર સુધી પહોંચ્યું, ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસશે દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં પણ 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે. આ પણ વાંચો: ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, કેરળમાં ભારે વરસાદ, રાજસ્થાનમાં વાવાઝોડા-વરસાદથી 4નાં મોત 3 દિવસના વિલંબથી આવ્યા બાદ ચોમાસાએ ગતિ પકડી લીધી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરીને ચોમાસું યોગ્ય સમયે ગોવા પહોંચી ગયું છે. અહીં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આશા છે કે ચોમાસું મુંબઈમાં સમયસર અથવા વહેલું દસ્તક આપી શકે છે. હાલમાં પણજી, બેંગલુરુ, સાલેમ, પંબનમાં ચોમાસાને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે કેરળમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 દિવસમાં ચોમાસું આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ અને બંગાળના કેટલાક ભાગો સુધી પહોંચવાનો અંદાજ છે. 10 દિવસમાં તે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આવી શકે છે. જોકે, બાદમાં ચોમાસું અટકી શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    In Kashmir, a stir over Mehbooba’s ‘review’ of AIIMS
    Next Article
    રાજકોટમાં કામદારોના પ્રશ્ને મેયરને રજૂઆત:કાયમી સફાઈ કામદારોની ભરતીમાં તમામને મોકો આપો, રોગીઓના રાજીનામા મંજૂર કરવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment