Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલનું ઓપરેશન 'મૂષક':છેલ્લા 24 કલાકમાં 15થી વધુ ઉંદરો પકડાતા આજીનદીનાં કાંઠે મુક્ત કરાયા, 3 મહિનાનો અનાજ સ્ટોક રાખવા આદેશ

    9 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ઉંદરો મુક્તપણે ફરતા હોવાનો વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. દર્દીઓનું જમવાનું પણ ઉંદરો ખાઈ જતા હોવાની ફરિયાદો બાદ ઓપીડી અને સર્જરી વોર્ડમાં ખાસ પાંજરા ગોઠવીને છેલ્લા 24 કલાકમાં 15થી વધુ ઉંદરો પકડવામાં આવ્યા હતા, જેમને આજી નદીના કાંઠે છોડાયા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂન 2024માં ઉંદરોએ ત્રણ દર્દીઓને કરડ્યા હોવાની ઘટના પણ બની હતી. હાલમાં પેસ્ટ કંટ્રોલ માટે કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ વહીવટી વિલંબને કારણે હજુ સુધી કામગીરી પૂર્ણપણે શરૂ ન થતા તંત્રની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠી રહ્યા છે. વાહનચાલકો માટે ખુશખબર, પસંદગીના નંબર માટે ઈ-ઓક્શન શરૂ રાજકોટ RTO દ્વારા મોટરકારની નવી સીરિઝ 'QD' અને મોટરસાયકલની સીરિઝ 'QC' માટે ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. ચોમાસા પૂર્વની તૈયારી,3 મહિનાનો અનાજ સ્ટોક રાખવા આદેશ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'પ્રી-મોન્સૂન પ્રિપેર્ડનેસ' હેઠળ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશ મુજબ, ભારે વરસાદમાં સંપર્ક વિહોણા બની શકે તેવા વિસ્તારોની વાજબી ભાવની દુકાનો અને સરકારી ગોડાઉનોમાં ઓછામાં ઓછો 3 માસનો અનાજનો જથ્થો અનામત રાખવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, આપત્તિ સમયે ફૂડ પેકેટની વ્યવસ્થા, પેટ્રોલ-ડીઝલનો અનામત જથ્થો અને ગેસ સિલિન્ડરનો બેકલોગ શૂન્ય કરવા માટે સંબંધિત વિભાગોને આદેશ અપાયા છે. રસ્તા બંધ થાય તેવી સ્થિતિમાં ડમ્પર જેવા ભારે વાહનો દ્વારા પુરવઠો પહોંચાડવા માટે ડ્રાઈવરોની યાદી પણ તૈયાર રાખવામાં આવી છે. મનપામાં વહીવટી શૂન્યાવકાશ, ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી રાજકોટ મહાનગરપાલિકા હાલ 'વડા વગરની' જેવી સ્થિતિમાં છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ૩ સપ્તાહની ટ્રેનિંગ માટે મસૂરી ગયા છે, જ્યારે સિનિયર ડેપ્યુટી કમિશનર મહેશ જાનીની બદલી થઈ ગઈ છે. બીજી તરફ કલેક્ટર પણ રજા પર હોવાથી હાલ કમિશનરનો ચાર્જ કોઈને સોંપાયો નથી. નવા મેયર અને પદાધિકારીઓની નિમણૂંક પણ બાકી હોવાથી મનપાની બંને પાંખ વડા વગરની બની છે. આગામી સપ્તાહે નવી ટર્મની વરણી માટે જનરલ બોર્ડ બોલાવવાનું હોવાથી, હવે ઇન્ચાર્જ કમિશનર જ આ જવાબદારી સંભાળશે તેવું જણાય છે.
    Click here to Read More
    Previous Article
    'તીસરી બેગમ ફિલ્મ સમાજની કડવી વાસ્તવિકતા છે':ડિરેક્ટર કેસી બોકાડિયાનો લવ જેહાદ અને સેન્સર બોર્ડ સાથે 'જય સિયારામ'ની લડાઈ પર ખુલાસો
    Next Article
    Charity Commissioner orders Tata Trusts to defer its Saturday board meeting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment