Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલનું ઓપરેશન 'મુશક':તંત્રએ મુકેલા પાંજરામાં છેલ્લા 24 કલાકમાં 15થી વધુ હટ્ટાકટ્ટા ઉંદરો પકડાતા આજીનદીનાં કાંઠે મુક્ત કરાયા, પેસ્ટ કંટ્રોલ હજુ કાગળ પર

    10 hours ago

    રાજકોટ સિવિલનું ઓપરેશન 'મુશક' તંત્રએ મુકેલા પાંજરામાં છેલ્લા 24 કલાકમાં 15થી વધુ હટ્ટાકટ્ટા ઉંદરો પકડાતા આજીનદીનાં કાંઠે મુક્ત કરાયા, પેસ્ટ કંટ્રોલ હજુ કાગળ પર રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ઉંદરો મુક્તપણે આંટા મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ મુદ્દો દિવ્યભાસ્કરે ઉઠાવતા જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું જમવાનું પણ ઉંદરો ખાઈ જતા હોવાની અને બગાડ કરતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ભારે ભયનો માહોલ હોવાની હકીકત સત્તાધીશો સુધી પહોંચાડી હતી. જેને લઈને આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા ખાસ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા 24 કલાકમાં મુખ્યત્વે ઓપીડી બિલ્ડિંગ અને સર્જરી વોર્ડમાંથી 15થી વધુ હટ્ટાકટ્ટા ઉંદરો પકડાયા છે, જેને આજી નદીના કાંઠે મુક્ત કરાયા છે. સિવિલ હોસ્પિટલ અગાઉ પણ આવા ત્રાસને કારણે વિવાદમાં આવી ચૂકી છે. ફેબ્રુઆરી 2025માં તંત્ર દ્વારા 30 પાંજરા ગોઠવીને 40 જેટલા ઉંદરો પકડવામાં આવ્યા હતા, જ્યારે જૂન 2024માં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ઉંદરોએ 3 દર્દીઓને કરડ્યા હોવાની ઘટના બાદ 40 મોટા ઉંદરો પકડાયા હતા. આ મામલે હોસ્પિટલના મીડિયા કોર્ડીનેટર ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે, ઉંદરોના ઉપદ્રવ અંગે કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે અને ઝડપથી કામ શરૂ થશે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પેસ્ટ કંટ્રોલની વહીવટી પ્રક્રિયાઓ ચાલુ હોવાથી કામગીરી હજુ શરૂ થઈ શકી નથી, જેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. કારની ‘QD’ અને મોટર સાયકલની ‘QC’ સિરીઝમાં પસંદગીના નંબરો ફાળવાશે રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરકાર માટેની નવી સીરિઝ GJ-03-QDનું ઈ-ઓક્શન અને મોટરસાયકલ માટેની સીરિઝ GJ-03-QCનું રી-ઓક્શન શરૂ કરવામાં આવશે. મોટરકારની આ નવી સીરિઝ માટે વાહનમાલિકો 22 મેના રોજ સાંજે 4:00 વાગ્યાથી 1 જૂન સાંજે 4:00 વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે. આ સીરિઝનું ઓનલાઇન બિડિંગ 1 જૂન સાંજે 4:01 થી 3 જૂન સાંજે 4:00 વાગ્યા સુધી ચાલશે, અને તેનું પરિણામ 3 જૂને સાંજે 4:15 વાગ્યે જાહેર થશે. જ્યારે મોટરસાયકલના બાકી ગોલ્ડન-સિલ્વર નંબર માટે 21 મેથી 24 મે સુધી એપ્લિકેશન કરી શકાશે. તેનું બિડિંગ 24 મેથી 26 મે સુધી ચાલશે અને પરિણામ 26 મેના રોજ સાંજે 4:15 વાગ્યે આવશે. જેમાં ઇચ્છુક અરજદારોએ parivahan.gov.in પર 'Online Services' માં 'Fancy Number Booking' પર જઈ પબ્લિક યુઝર આઈડી બનાવવાનું રહેશે. ત્યારબાદ CNA ફોર્મ ભરી, નક્કી કરેલી ફી ચૂકવી હરાજીમાં ભાગ લઈ શકાશે. નંબર મેળવ્યા બાદ બાકી રકમ 5 દિવસમાં ભરવાની રહેશે. ચોમાસા પૂર્વની તૈયારી, રાજકોટનાં સરકારી ગોડાઉનમાં 3 માસનો અનાજનો સ્ટોક રાખવા આદેશ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'પ્રી-મોન્સૂન પ્રિપેર્ડનેસ' અંગેના જરૂરી આદેશો જારી કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સૂચના મુજબ જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. ઝાંપડા દ્વારા તમામ મામલતદારોને કુદરતી આપત્તિના સમયે નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત મળતો રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવા જણાવાયું છે. ખાસ કરીને નીચાણવાળા અને સંપર્ક વિહોણા બની શકે તેવા સંભવિત વિસ્તારોની વાજબી ભાવની દુકાનો પર ચોમાસા પહેલા અનાજનો પૂરતો જથ્થો પહોંચાડી દેવા તથા દરેક તાલુકાના ગોડાઉનમાં ઓછામાં ઓછા 3 માસની જરૂરિયાત મુજબનો અનાજનો જથ્થો જળવાય તેવું આયોજન કરવા આદેશ અપાયા છે. જો ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થાય તો અસરગ્રસ્ત ગામો સુધી ડમ્પર અથવા હાઈ-ચેસીસ વાહનો દ્વારા પુરવઠો પહોંચાડવા માટે ડ્રાઈવરો અને વાહનોની યાદી તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આપત્તિ સમયે અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા તેમજ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંકલનમાં રહેવા જણાવાયું છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો અનામત જથ્થો રાખવા અને ગેસ એજન્સીઓને સિલિન્ડરનો બેકલોગ શૂન્ય કરવા આદેશ અપાયા છે. આમ, કોઈ નાગરિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત ન રહે તે માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. રાજકોટ મનપા વડા વગરની ! કમિશનર તુષાર સુમેરા ટ્રેનિંગમાં, ડે. કમિશનરની બદલી થતા શૂન્યાવકાશ રાજકોટ મ્યુ કમિશનર તુષાર સુમેરા 3 સપ્તાહની સરકારી ટ્રેનિંગ માટે મસૂરી ગયા છે. તેમની રવાનગીના 2 દિવસમાં જ રાજ્યમાં 72 IAS અધિકારીઓની બદલીનો હુકમ થતાં મહાનગરમાં વહીવટી શૂન્યાવકાશ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં કમિશનરનો ચાર્જ કોઈને સોંપવામાં આવ્યો નથી. નવા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંક હજુ બાકી છે, ત્યારે કમિશનર પણ ગેરહાજર રહેતા મનપાની બંને પાંખ વડા વગરની બની છે. અગાઉ કમિશનરની ગેરહાજરીમાં સિનિયર ડેપ્યુટી કમિશનર મહેશ જાનીને ચાર્જ અપાતો હતો, પરંતુ નગરપાલિકા નિયામક તરીકે તેમની પણ બદલી થતાં આ જગ્યા ખાલી પડી છે. સામાન્ય રીતે આ ચાર્જ કલેક્ટરને સોંપાતો હોય છે, પરંતુ કલેક્ટર પણ રજા ઉપર હોવાથી હજુ સુધી કોઈને જવાબદારી મળી નથી. રાજકોટ જિલ્લામાં હાલ IAS અધિકારી તરીકે માત્ર DDO જ હાજર છે. આગામી સપ્તાહે નવી ટર્મની વરણી માટે જનરલ બોર્ડ બોલાવાનું હોવાથી, હવે ઇન્ચાર્જ કમિશનર જ આ બોર્ડ બોલાવશે તે નિશ્ચિત જણાય છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગ કલેક્ટર શાલિની દુહાન, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલની બદલી:અધિકારીઓ, કર્મચારીઓએ વિદાય આપી; મહેસાણા, વડોદરામાં નવી નિમણૂક
    Next Article
    યુવકની લાશ પંખા સાથે લટકતી હાલતમાં મળી:ખેરાલુના ઈસ્કોન ગેસ્ટ હાઉસમાં ચાદરથી ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment