Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 24 કલાકમાં ચાર તાલુકામાં વરસાદ:1 થી 4 મીમી વરસાદ નોંધાયો, લોકોમાં ખુશીનો માહોલ

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના આઠમાંથી ચાર તાલુકામાં 1 મીમીથી 4 મીમી સુધી વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન હિંમતનગરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જિલ્લાના બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં 1 મીમી અને પ્રાંતિજમાં 2 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, ખેડબ્રહ્મામાં 4 મીમી, ઇડરમાં 1 મીમી, હિંમતનગરમાં 1 મીમી અને તલોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 40 ટકા વરસાદ નોંધાયો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના ચાલી રહ્યા હોવા છતાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આગામી દિવસોમાં જળાશયો ભરાય તેવો સારો વરસાદ જરૂરી છે, જેથી ખેતી અને પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય.
    Click here to Read More
    Previous Article
    કુકરદા ગામે આદિવાસીઓએ દિવાસાનો તહેવાર ઉજવ્યો:પ્રકૃતિ પૂજન અને ગરબા સાથે રાતભર જામી રમઝટ
    Next Article
    Abhijeet Dipke 15 August से शुरू करेंगे नया शिक्षा आंदोलन? CJP | PM Modi | NEET UG Paper Leak |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment