Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ડો.આંબેડકર પાર્કનું લોકાર્પણ:2.35 કરોડના ખર્ચે રીડેવલોપમેન્ટ બાદ જનતા માટે ખુલ્લો

    10 hours ago

    વેરાવળ શહેરના હાર્દસ્થળે આવેલો ડો. આંબેડકર પાર્ક હવે આધુનિક સુવિધાઓ સાથે નવી ઓળખ મેળવી રહ્યો છે. રૂ. 2.35 કરોડના ખર્ચે રીડેવલોપમેન્ટ અને નવીનીકરણ કામ પૂર્ણ થતાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પાર્ક હવે બાળકો, યુવાનો અને વડીલો માટે મનોરંજન તથા આરોગ્ય માટેનું આકર્ષક કેન્દ્ર બનશે. ગુરુવારે રાત્રે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે પાર્કનું લોકાર્પણ થતાં શહેરવાસીઓમાં આનંદનો માહોલ સર્જાયો હતો. નવીનીકરણ બાદ ડો. આંબેડકર પાર્કમાં બાળકો માટે ખાસ આકર્ષણ રૂપે ટોય ટ્રેન, હીંચકા અને વિવિધ રમતગમતના સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સુવિધાઓ બાળકો સાથે પરિવાર માટે મનોરંજનનું પ્રિય સ્થળ બનશે. પાર્કમાં આકર્ષક ફાઉન્ટેન અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જે લોકો માટે ફોટોગ્રાફી અને મોજમસ્તીનું કેન્દ્ર બનશે. વેરાવળ શહેરમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવાના હેતુથી પાર્કમાં અદ્યતન કસરત સાધનો અને ઓપન જિમ પણ ઉભું કરવામાં આવ્યું છે. વહેલી સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો અહીં વોક અને કસરત માટે આવે છે, જેઓ હવે વધુ સુવિધાસભર માહોલમાં સ્વાસ્થ્યલાભ લઈ શકશે. આ ઉપરાંત, પાર્કમાં ફૂડ કોર્ટ, હાઇમાસ્ટ ટાવર લાઇટિંગ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંદાજે 35 CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આનાથી પાર્કમાં આવનારા નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ મળી રહેશે. વર્ષો જૂના આ પબ્લિક ગાર્ડનનું આધુનિક રૂપાંતરણ થતાં ડો. આંબેડકર પાર્ક હવે વેરાવળ શહેર માટે મનોરંજન, સ્વાસ્થ્ય અને પરિવાર સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે. શહેરના નાગરિકોએ નવી સુવિધાઓ સાથે ખુલ્લા મુકાયેલા પાર્કનું સ્વાગત કરતાં ખુશી વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- ઓઇલની કિંમતો વધવી અમારા માટે સારું:અમેરિકા તેનાથી ઘણા પૈસા કમાઈ રહ્યું છે; ઈરાન બોલ્યું- હોર્મુઝનો રસ્તો ખુલશે નહીં
    Next Article
    Gas shortage in Gujarat | ગેસની તંગી સર્જાતા Induction Stove ની માગ વધતા ભાવમાં ઉછાળો | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment