Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા જ બોલે બુમરાહે પોતાનો જાદુ દેખાડ્યો:બેન ડકેટને પેવેલિયન ભેગો કર્યો; ભારતે ઇંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ હારતા પહેલી બેટિંગ કરી રહેલી ભારતીય ટીમ 44 ઓવરમાં 233 રન પર ઓલઆઉટ થઈ ગઈ. 234 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમને પહેલા જ બોલ પર ઝટકો લાગ્યો. જસપ્રીત બુમરાહે બેન ડકેટને વિકેટકીપર ઇશાન કિશનના હાથે કેચ કરાવીને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલ્યો. કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં શ્રેયસ અય્યરે 66 રનની ઇનિંગ્સ રમી. વિરાટ કોહલીએ 65 રન બનાવ્યા. બંનેએ ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને ગસ એટકિન્સન સૌથી સફળ બોલર રહ્યા. બન્નેએ 3-3 વિકેટ લીધી. ભારતે એક સમયે 3 વિકેટે 178 રન બનાવી લીધા હતા. ત્યારબાદ 55 રનની અંદર 7 વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા (26) અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 60 રન જોડ્યા. કેપ્ટન શુભમન ગિલે 31 રન બનાવ્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.
    Click here to Read More
    Previous Article
    India vs England Live Score, 2nd ODI: Jasprit Bumrah picks Ben Duckett; ENG are one down vs IND in Cardiff
    Next Article
    વિપ્રોને પ્રથમ ક્વાર્ટરમાં ₹3,352 કરોડનો નફો:રેવન્યુ 10% વધી, કંપનીએ ₹2 ડિવિડન્ડની જાહેરાત કરી; એટ્રિશન રેટ 13.9% રહ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment