Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 પરિવારોને ₹1 કરોડનો મુદ્દામાલ પરત અપાવ્યો:SP વિજયસિંહ ગુર્જરની વ્યાજખોર સામે લાલ આંખ, નાગરિકોની મદદ માટે 5 ઉચ્ચ અધિકારીઓના નંબર જાહેર કર્યા

    3 days ago

    રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરો સામે લાલઆંખ કરીને વધુ એક પ્રશંસનીય કામગીરી પાર પાડી છે. સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા વ્યાજખોરીના નેટવર્ક પર ત્રાટકીને પોલીસે ભોગ બનનારા પરિવારોને આશરે ₹1 કરોડની કિંમતનો મુદ્દામાલ સહીસલામત પરત અપાવ્યો છે. પકડાયેલા વ્યાજખોરો ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને 3થી 10%ના ઊંચા વ્યાજે રૂપિયા આપીને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, મકાનના દસ્તાવેજો, વાહનોની RC બુક અને સહી કરેલા કોરા ચેક પડાવી લેતા હતા. જામીન પર મુક્ત થતાં જ વ્યાજખોરે મુદ્દામાલ સોંપ્યો રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુલતાનપુર પોલીસ મથકે થોડા દિવસો પહેલાં ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અસ્ફાક મેમણ અને હનીફ ઉર્ફે કાળુ સલાટ સામે વ્યાજખોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે પ્રથમ આરોપી અસ્ફાકની ધરપકડ કરી તેના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન મળી આવેલા 375 ચેક પોલીસે તેના ભોગ બનેલા 136 પરિવારોને શોધીને પરત અપાવ્યા હતા. દરમિયાન, આ કેસનો બીજો આરોપી હનીફ ઉર્ફે કાળુ સલાટ જામીન પર મુક્ત થતાં તેણે પણ ભોગ બનનારા લોકોને તેમનો મુદ્દામાલ સ્વૈચ્છિક રીતે પરત કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે આજે પોલીસની હાજરીમાં 23 પરિવારોને તેમનો કબ્જે કરેલો મુદ્દામાલ સોંપવામાં આવ્યો હતો. કોરા ચેકનો થતો હતો દુરુપયોગ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભોગ બનનાર નાગરિકો પાસેથી કોરા ચેક અને ખાલી સ્ટેમ્પ પેપર પર સહી કરાવી લેતા હતા. ત્યારબાદ તે ચેકમાં મનફાવે તેમ બેથી ત્રણ ગણી ખોટી રકમ ભરીને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ખોટા કેસો ઠોકી બેસાડતા હતા અને કાયદાકીય ધમકીઓ આપીને નાના માણસોને આર્થિક-માનસિક રીતે હેરાન કરતા હતા. કોરા ચેક ક્યારેય ન આપો, સીધો સંપર્ક કરો: SP વ્યાજખોરીના આ દૂષણને ડામવા માટે જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, કોઈ પણ સંજોગોમાં નાણાકીય લેણદેણમાં કોઈ વ્યક્તિને સહી કરેલા કોરા ચેક આપવા નહીં, કારણ કે તેનો ગંભીર દુરુપયોગ થઈ શકે છે. જો કોઈ વ્યાજખોર પરેશાન કરતો હોય કે ધાક-ધમકી આપતો હોય, તો ડર્યા વગર સીધા પોલીસ સ્ટેશન અથવા એસપી ઓફિસે રૂબરૂ આવી જિલ્લા પોલીસ વડા કે ડીવાયએસપી કક્ષાના અધિકારીનો સંપર્ક કરવો. આ માટે પોલીસ દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને નાગરિકોને સીધો આ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો:દુકાન ચલાવવી હોય તો મને પૈસા આપવા પડશે કહી આવારા તત્વોએ દુકાનમાં તોડફોડ કરી
    Next Article
    2 Big Requests: Inside Details Of Vijay's 20-Minute Meeting With PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment