Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસની ટેકનિકલ ભરતી પરીક્ષાની તારીખ જાહેર:23 ઓગસ્ટે PSI (વાયરલેસ) સહિતની 950 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા

    9 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ટેકનિકલ કેડરની વિવિધ જગ્યાઓ માટે યોજાનારી લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક GPRB/202526 (2, 3, 4) હેઠળ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કુલ 950 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ તમામ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટ, 2026 (રવિવાર)ના રોજ યોજાશે.ભરતી અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની 172, ટેકનિકલ ઓપરેટરની 698, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1)ની 45 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો માટે અંતિમ તબક્કાની તૈયારીનો સમય પરીક્ષાની તારીખ જાહેર થતાં હવે ઉમેદવારો માટે અંતિમ તબક્કાની તૈયારીનો સમય શરૂ થયો છે. પરીક્ષા સંબંધિત એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર અને સમય સહિતની વિગતવાર માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. કુલ 950 જગ્યાઓ માટેની આ ભરતીમાં હજારો ઉમેદવારો પરીક્ષામાં ભાગ લે તેવી સંભાવના છે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત તમામ સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઝડપી લીધો:લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર "તોફિક દલ" ને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધો
    Next Article
    PMએ કહ્યું-વર્ષે અહીંથી 20 કરોડ ચિપ નીકળશે:મોદીએ સાણંદમાં CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment