Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 23 કોંગ્રેસી ડિટેઇન:NEET પેપર લીક, મોંઘવારી સામે વેરાવળમાં વિરોધ પ્રદર્શન

    20 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં શુક્રવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. NEET પેપર લીક, વધતી મોંઘવારી અને બેરોજગારી સામે વેરાવળના ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાંનું આયોજન કરાયું હતું. જોકે, પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 23 કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. ટાવર ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસે સ્થળ પર કાફલો તૈનાત કરી પ્રદર્શન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસી આગેવાનો કાર્યક્રમ પર અડગ રહેતા પોલીસે અટકાયતની કાર્યવાહી કરી હતી. ધારાસભ્ય ચુડાસમા સહિતના આગેવાનોને ડિટેઇન કરાતા સ્થળ પર ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, છતાં ભાજપ સરકારના ઈશારે વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં લોકશાહી મૂલ્યો નબળા પડી રહ્યા છે અને વિરોધ પક્ષના કાર્યક્રમોને દમનકારી નીતિથી નિશાન બનાવાય છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, NEET પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે. ઉપરાંત, વધતી મોંઘવારી અને બેરોજગારીથી સામાન્ય જનતા પરેશાન છે. આ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવા શાંતિપૂર્ણ ધરણાંનું આયોજન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં નગરસેવકો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. પોલીસની અટકાયતની કાર્યવાહી બાદ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો, જેનાથી જિલ્લા રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. વેરાવળમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચેના આ ઘર્ષણથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. વિરોધ પક્ષે આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે, જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરશે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે સાંઢીયા પુલનું લોકાર્પણ:રાજકોટમાં આજે રાત્રે ફનસ્ટ્રીટ, આવતીકાલે સવારે નગરસેવકો સિટિબસમાં અને ડે. સીએમ સહિત પદાધિકારીઓ ઇલેક્ટ્રિક કારમાં આવે તેવી શક્યતા
    Next Article
    Trump Claims Iran Tried To Attack Indian Ships With Drones, Slams Deal 'Leak'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment