Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારે 23 વધારાની બેઠકો મંજૂર કરી:નમો મેડિકલ કોલેજ સેલવાસની MBBS બેઠકોમાં વધારો, વિદ્યાર્થીઓને રાહત થશે

    1 day ago

    સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ માટે તબીબી શિક્ષણ ક્ષેત્રે બુધવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચિકિત્સા શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (NAMO MERI) સેલવાસ MBBS પ્રવેશ ક્ષમતા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 177 થી વધારીને 200 કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 23 અતિરિક્ત બેઠકો મંજૂર કરી છે. આ વધારો પ્રદેશમાં ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણના વિસ્તાર અને માનવ સંસાધનને સુદ્રઢ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. આ ઉપલબ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ અને દરેક ક્ષેત્રમાં તબીબી શિક્ષણ પહોંચાડવાના પ્રયાસોનું પરિણામ છે. .પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન અને નિરંતર સહયોગથી કોલેજમાં જરૂરી સંકાય ઉપલબ્ધતા અને Recruitment Committee ની રચના સહિત વહીવટી નિર્ણયોએ આ વિસ્તરણ શક્ય બનાવ્યું છે. સંસ્થાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. 23 બેઠકો વધવાથી હવે 2026-27 થી કુલ 23 વધારાના વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ મેળવી શકશે. જેનાથી દેશના અન્ય હિસ્સાની જેમ પ્રદેશમાં પણ તબીબી શિક્ષણનું માળખું મજબૂત થશે અને ભવિષ્ય માટે કુશળ ડોક્ટરો તૈયાર થશે.આ સિદ્ધિ દાદરા નગર હવેલી અને દમણ દીવને આત્મનિર્ભર તબીબી શિક્ષણ હબ બનાવવાની દિશામાં માઈલ સ્ટોન સાબિત થશે. આમ વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશના વિદ્યાર્થીઓને મેરિટના આધારે નમો મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. છેલ્લા થોડા વર્ષોમાં નમો કોલેજમાં અનેક સુવિધાઓ વધારવામાં આવી છે. જેથી છાત્રોને રાહત થઇ છે. હવે 200 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે જેમાં ઓલ ઈન્ડિયા ક્વોટાની 27 બેઠકો, દાદરા અને નગર હવેલીના વિદ્યાર્થીઓ માટે 55 બેઠકો, દમણ-દીવના વિદ્યાર્થીઓ માટે 55 બેઠકો, એનઆરઆઈ માટે 22 બેઠકો, મેનેજમેન્ટ ક્વોટા માટે 15 બેઠકો, સ્પેશ્યિલ કેટેગરી માટે 3 બેઠકો મળી 177 બેઠકો હતી. જેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 23 નવી બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. હવે MMBS અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓનું સંખ્યાબળ 200 પહોંચશે, જે વર્ષ 2026-27થી લાગુ પડશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ફ્રેશર પાર્ટીની ઉજવણી:નવા વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, કેક કટિંગ અને ગરબાનું આયોજન
    Next Article
    કરોડોના SD Pay કૌભાંડના તાર મહારાષ્ટ્ર સુધી લંબાયા:સ્થાનિક પોલીસ સાથે મળી વડોદરા સાયબર ક્રાઇમે આરોપીની અટકાયત કરી, કૌભાંડના રૂપિયા પોતાના બેંક ખાતામાં મેળવી અન્ય બેંકમાં ટ્રાન્સફર કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment