Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી રિવરફ્રન્ટ પર 23થી 30 ઑક્ટોબર હસ્તકલાનો મહાકુંભ:VRથી વિરાસતનો અનુભવ, ડ્રોન શો અને ફેશન વૉક બનશે મુખ્ય આકર્ષણ

    7 hours ago

    ભારતની પ્રાચીન તેમજ સમૃદ્ધ હસ્તકલા અને વસ્ત્ર પરંપરાને આધુનિક ડિઝાઇન તથા અત્યાધુનિક ટેક્નોલોજી સાથે જોડવા માટે NIFT ગાંધીનગર દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેન્ટ સેન્ટર-A ખાતે આગામી 23થી 30 ઓક્ટોબર દરમિયાન ભવ્ય ‘CHHAAP@Sabarmati 2026’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઠ દિવસ સુધી ચાલનારા આ અનોખા મહોત્સવમાં દેશભરના NIFTના 20 કેમ્પસના સહયોગથી હેન્ડલૂમ, હસ્તકલા, ફેશન અને સાંસ્કૃતિક વારસાની વિવિધ ઝલક એક જ મંચ પર રજૂ થશે. NIFT ગાંધીનગરના નિયામક પ્રોફેસર ડૉ. સમીર સૂદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં 100થી વધુ કારીગરો અને પૂર્વ વિદ્યાર્થીઓના સ્ટોલ, લાઈવ વર્કશોપ્સ, માસ્ટરક્લાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. VR ગ્લાસ દ્વારા હસ્તકલાની દુનિયાનો વર્ચ્યુઅલ અનુભવ મહોત્સવની થીમ ‘સ્વર્ણિમ ભારત – વિરાસત અને વિકાસ | Rooted in Heritage. Reimagined for Tomorrow’ રાખવામાં આવી છે. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત એક્સપિરિયન્સ ઝોન રહેશે. મુલાકાતીઓ VR ગ્લાસ પહેરીને દેશના ખૂણે-ખૂણે વિસ્તરેલી હસ્તકલા અને પરંપરાઓનો રોમાંચક અનુભવ કરી શકશે. આ ઉપરાંત કારીગરો દ્વારા બ્લોક પ્રિન્ટિંગ, બ્લુ પોટરી, માટીકામ, પેપર માશે અને લાખની બંગડીઓ બનાવવાનું જીવંત નિદર્શન (લાઈવ ડેમો) કરવામાં આવશે, જેમાં મુલાકાતીઓ પોતે પણ હાથ અજમાવી શકશે. ઉદ્ઘાટન સમારોહમાં 14 મિનિટનો ફેશન વૉક અને ડ્રોન શો 23 ઓક્ટોબરે યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા ‘વંદે માતરમ્’ની પ્રસ્તુતિ અને પવિત્ર સાબરમતી આરતી સાથે કાર્યક્રમનો શુભારંભ થશે. આ પ્રસંગે આયોજિત ૧૪ મિનિટના ખાસ ફેશન વૉકમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને ખાદી અને આજના મોર્ડન ટેક્સટાઇલ સુધીની ઐતિહાસિક સફર રજૂ કરવામાં આવશે. સાથે જ રાત્રિના આકાશમાં રંગબેરંગી ડ્રોન શો પણ આકર્ષણ જમાવશે. 10 વિશિષ્ટ કાર્યક્રમો અને સાંસ્કૃતિક સંધ્યાની રમઝટ મહોત્સવ અંતર્ગત કલા સંધ્યા, કલા પ્રદર્શન, કલા પ્રત્યક્ષમ્, કલા વિવેચના, કલા દર્શન, કલા વાર્તા, કલા કુંભ, કલા ગુરુકુલ, કલા નવોનાક્ષમ અને કલા સમાગમ જેવા 10 થીમેટિક ઈવેન્ટ્સ યોજાશે. રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતી ગરબા-દાંડિયા, રાજસ્થાની કાલબેલિયા અને લોકસંગીત, પંજાબી ભાંગડા-ગિદ્ધા તેમજ અમદાવાદના જાણીતા ઓર્કેસ્ટ્રાની લાઈવ પ્રસ્તુતિથી રિવરફ્રન્ટ ગૂંજી ઊઠશે. કારીગરોને વૈશ્વિક બજાર અને ઓળખ અપાવવાનો સંકલ્પ અગાઉ 2024માં દિલ્હી અને ૨૦૨૫માં હૈદરાબાદ ખાતે આયોજિત થયા બાદ ‘CHHAAP’ ની આ ત્રીજી આવૃત્તિ અમદાવાદમાં યોજાઈ રહી છે. આ આયોજનનો મુખ્ય હેતુ છેવાડાના કુશળ કારીગરો અને શહેરી ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બાંધવાનો, પરંપરાગત કળાને વ્યાવસાયિક તકો પૂરી પાડવાનો અને નવી પેઢીને ભારતની ભવ્ય વિરાસતથી અવગત કરાવવાનો છે. NIFT ગાંધીનગરે તમામ કલારસિકો અને નાગરિકોને પરિવાર સાથે આ મહોત્સવની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના ગારિયા ગામની સીમમાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:કોઠંબા પોલીસે તપાસ શરૂ કરી, મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાશે
    Next Article
    Parvinder Singh Jhota Case के चश्मदीदों ने क्या बताया? Mansa Punjab Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment