Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોની કમાણી સામે હજારો ખેલૈયાઓની સુરક્ષા રામભરોસે?:સુરતમાં 23 કોમર્શિયલ ગરબા માટે પોલીસ મંજૂરી મંગાઈ, ફાયરમાં હજુ ‘ખાતું’ પણ નથી ખુલ્યું, નવરાત્રીને 3 દિવસ બાકી છતાં એકેય આયોજકે બાંહેધરી પત્રક ન સોંપ્યું

    21 hours ago

    આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના ત્રણ દિવસ બાકી રહ્યા છે. આગામી રવિવારથી ઉત્સવનો રંગારંગ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શહેરમાં શેરી-સોસાયટીથી લઈને મોટા કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડ્સ પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, હજારો ખેલૈયાઓની ભીડ એકઠી કરતા મોટા અને કોમર્શિયલ આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત શહેરમાં પોલીસ પાસે 23 જેટલા કોમર્શિયલ અને 4 ખુલ્લા મેદાન માટે પાસ વગરના આયોજનની અરજીઓ પહોંચી ચૂકી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે ફાયર વિભાગ સમક્ષ હજુ સુધી એકપણ આયોજકે સેફ્ટી અંગેનું બાંહેધરી પત્રક રજૂ કર્યું નથી. ગત વર્ષે 16 આયોજનોને ફાયર વિભાગે મંજૂરી આપી હતી, જ્યારે આ વર્ષે હજુ સુધી મંજૂરીનું ખાતું પણ ખૂલ્યું નથી. પોલીસ મંજૂરી માટે લાઈન, ફાયર સેફ્ટીમાં નીરસતા વેસુ, અડાજણ, વરાછા અને કતારગામ જેવા પોશ અને ગીચ વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટ્સ, ક્લબ્સ અને વિશાળ ડોમમાં 23થી વધુ મોટા પ્રોફેશનલ ગરબા મહોત્સવનું આયોજન થવાનું છે. આ તમામ સ્થળોએ રોજના હજારો ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડવાના છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે અઠવાડિયા પહેલાં જ તમામ મોટા આયોજકોને કડક ગાઈડલાઈન સોંપીને તાત્કાલિક બાંહેધરી પત્રક રજૂ કરવા તાકીદ કરી હતી. તેમ છતાં, અત્યાર સુધી કોઈ પણ આયોજકે કાગળ પર બાંહેધરી આપવાની તસ્દી લીધી નથી. વહીવટી તંત્રના આદેશો સામે આયોજકોનું આ વલણ છેલ્લી ઘડીએ મોટી દોડધામ અને ઘર્ષણ સર્જે તેવી પૂરી શક્યતા છે. જાહેરાતો અને પાસ વેચાણમાં ઉતાવળ, વહીવટી પ્રક્રિયામાં સેફ ગેમ પ્રોફેશનલ ગરબા આયોજકોની કામ કરવાની પદ્ધતિ હંમેશાં વિવાદમાં રહે છે. ત્રણથી ચાર મહિના અગાઉથી જ સોશિયલ મીડિયા પર મોટા ઉપાડે પ્રમોશન શરૂ કરી દેવાય છે. સ્પોન્સર્સ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી અને ખેલૈયા પાસનું એડવાન્સ બુકિંગ કરી તગડી કમાણી અગાઉથી જ ખિસ્સામાં મૂકી દેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે સુરક્ષા અને વહીવટી મંજૂરીઓની વાત આવે ત્યારે આયોજકો ‘સેફ ગેમ’ રમીને ઠાગાઠૈયા કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં ડોમ, સ્ટેજ અને સેફ્ટીની કામગીરી અંતિમ તબક્કામાં છે. આયોજકોને ડર છે કે જો વહેલી અરજી કરવામાં આવે અને સ્થળ તપાસમાં ખામીઓ પકડાય તો મંજૂરી રદ્દ થઈ શકે છે, જેથી છેલ્લી ઘડીએ દબાણ ઊભું કરીને મંજૂરી મેળવવાની પેરવી ચાલી રહી છે. ફાયર વિભાગની 30 કડક શરતો, આ વર્ષે આ નિયમો પાળવા પડશે રાજ્યમાં અગાઉ બનેલી દુર્ઘટનાઓને ધ્યાને રાખીને ફાયર વિભાગે આ વખતે 30 જેટલી આકરી શરતો સાથેની માર્ગદર્શિકા જાહેર કરી છે. 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ અને 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાલોમાં, જ્યાં 50થી વધુ લોકો એકત્ર થવાના હોય, ત્યાં હાજર તમામ લોકોની વિગતોનો રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનો મુખ્ય સ્ટેજ જાહેર રસ્તાથી 45 મીટરથી વધુ દૂર રાખી શકાશે નહીં, જેથી કટોકટીમાં ફાયર ફાઈટર્સ સરળતાથી પહોંચી શકે. કડક નિયમો કાગળ પર તો આવી ગયા છે, પરંતુ.… પંડાલની નિર્ધારિત ક્ષમતા મુજબ જ લોકોને પ્રવેશ અપાશે. સ્થળ પર વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 સ્ક્વેર મીટરની ખાલી જગ્યા રાખવી પડશે. પૂરતા પ્રમાણમાં ઇમર્જન્સી ગેટ, ફાયર એક્સટિંગ્વિશર્સ અને રેતી-પાણીની વ્યવસ્થા કાર્યરત હોવી અનિવાર્ય છે. કડક નિયમો કાગળ પર તો આવી ગયા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ગરબા શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી હોવા છતાં નિયમોનું પાલન કરાવવામાં તંત્ર કેટલું કડક વલણ દાખવશે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વિકસિત ભારત સંકલ્પ સભાનો વાઘણીના હસ્તે પ્રારંભ:રેસકોર્સ મેદાનમાં 25 વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદી માટે સીટ ખાલી કરી આપતા વજુ વાળા ઉપસ્થિત રહ્યા
    Next Article
    'મારી સાથે આવી જા, તને પૈસા-શારીરિક સુખ આપીશ':મોટાભાઈએ નાનાભાઈની પત્નીને ફસાવવાનો પ્રયાસ કર્યો, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment