Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં રમાશે ભારત-ઝિમ્બાબ્વે મહિલા વન-ડે સીરિઝ:કોટંબી સ્ટેડિયમમાં 23થી 28 ઓક્ટોબર જામશે જંગ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

    16 hours ago

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઝિમ્બાબ્વે મહિલા ટીમના ભારત પ્રવાસના શિડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર 2026માં રમાનારી આ મહત્વની શ્રેણીમાં વડોદરાના સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણ રહેશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણેય વન-ડે મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. વડોદરામાં વન-ડે અને રાયપુરમાં T20 આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાશે. ભારતીય વન-ડે ટીમની કમાન હરમનપ્રીત કૌર સંભાળશે, જ્યારે T20 ટીમનું નેતૃત્વ સ્મૃતિ મંધાના કરશે. મેચોનું સંપૂર્ણ શિડ્યુલ ⇒ વન-ડે (ODI) શ્રેણી (સ્થળ: કોટંબી સ્ટેડિયમ, વડોદરા): બધી મેચો બપોરે 2:00 વાગ્યે શરૂ થશે. ⇒ T20I શ્રેણી (સ્થળ: રાયપુર): બધી મેચો સાંજે 7:00 વાગ્યે રમાશે. કોટંબી સ્ટેડિયમ ફરી બનશે સાક્ષી વડોદરાનું કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ મહિલા ક્રિકેટ માટે મનપસંદ સ્થળ બની રહ્યું છે. આ અગાઉ પણ અહીં ભારતીય મહિલા ટીમની આંતરરાષ્ટ્રીય મેચો અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચો રમાઈ ચૂકી છે. સ્થાનિક ખેલપ્રેમીઓમાં આ સીરિઝને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Government Formation News Highlights: VCK, Left party leaders meet DMK chief Stalin
    Next Article
    Rajat Patidar on defending IPL title with RCB: ‘What we did was in 2025, this is a new season’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment