Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ જળપ્રલયમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 23 થઈ:પાટીલે કહ્યું- 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા, 47.5 ટન રાહત સામગ્રી મોકલાઈ

    1 day ago

    નેપાળમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ 12 ગુજરાતી નાગરિકોની માહિતી સામે આવી હતી, ત્યારબાદ આ આંકડો 18 થયો હતો અને હવે 28 ઓગસ્ટના સવારે 7:45 વાગ્યા સુધીમાં કુલ 23 ગુજરાતીઓનો સંપર્ક થઈ શક્યો નથી. રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તૈયાર કરાયેલી માહિતીમાં આ વિગતો સામે આવી છે. સુરતમાં સી.આર. પાટીલે કહ્યું કે 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા છે. ભારત સરકારે 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી સતત સંપર્કમાં છે. કેટલાક લોકો નેપાળ-તિબેટ બોર્ડર પર સુરતના પરેશભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રમાણી સહિત કેટલાક લોકો 23 ઓગસ્ટે નેપાળ પ્રવાસે નીકળ્યા હતા. તેમની છેલ્લી માહિતી મુજબ તેઓ નેપાળ-તિબેટ બોર્ડર તરફ હતા અને ત્યારથી સંપર્ક થઈ શક્યો નથી. પ્રવાસીઓનો સંપર્ક થતો નથી ગાંધીનગરના કેટલાક પ્રવાસીઓ નેપાળ ટ્રેકિંગ પ્લાનર મારફતે ગયા હોવાનું નોંધાયું છે. જ્યારે આણંદના બે પ્રવાસીઓ હિમાલયન ગ્લેશિયર એન્ડ એડવેન્ચર પ્લાનર મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયા હતા અને તેમનો પણ સંપર્ક થઈ શક્યો નથી. SEOCની યાદીમાં હાલ 23 લોકો ‘Missing/Uncontactable’ તરીકે નોંધાયેલા છે અને રાજ્ય તંત્ર દ્વારા તેમની માહિતી તથા સંપર્ક સ્થાપિત કરવા માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત હોવાના અહેવાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, વાઇરલ થયેલા ભયાવહ વીડિયોમાં માણસો, મકાનો અને વાહનો તણખલાની જેમ વહી જતા જોવા મળે છે. જાનમાલનું સાચું નુકસાન કેટલું થયું છે તેનો ચોક્કસ આંકડો સામે આવતા હજુ લાંબો સમય લાગી શકે છે. નેપાળના રસૂવા સહિતના વિસ્તારોમાં આવેલી આ આફતમાં અત્યાર સુધી 392થી વધુ લોકોના મોત થયા છે અને 1,400 લોકો ગુમ છે, જેમાં 290 ભારતીયોનો સમાવેશ થાય છે. દેશભરમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 150થી વધુ ગુજરાતીઓ પણ અસરગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે 47.5 ટન તાત્કાલિક રાહત સામગ્રી મોકલી સી. આર. પાટીલે માહિતી આપી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત નેપાળ સરકારના સંપર્કમાં છે. નેપાળમાં ફસાયેલા નાગરિકોને બચાવવા અને જરૂરી સહાય માટે ભારત તરફથી તાત્કાલિક ધોરણે 47.5 ટન જેટલી રાહત સામગ્રી મોકલી આપવામાં આવી છે અને બચાવ કામગીરીને વેગ અપાયો છે. અગમચેતીના પગલાંથી ભારતીય સીમામાં જાનહાનિ ટળી નેપાળમાં જળબંબાકારને પગલે ભારતીય નદીઓમાં પણ પાણીની સપાટી અંદાજે 10થી 12 ફૂટ (3 થી 4 મીટર) જેટલી વધી ગઈ હતી. જોકે, કેન્દ્ર અને સંબંધિત તંત્રે સમયસૂચકતા દાખવી ભારતીય ડેમોના દરવાજા તાબડતોબ ખોલી નાખ્યા હતા, જેના પરિણામે ભારતીય ક્ષેત્રમાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી. આ હોનારત ઈતિહાસના સૌથી ભયાનક બનાવ તરીકે નોંધાશે તેમ પાટીલે અંતમાં જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દાવો-ભારતીય પબ્લિશરે સોનિયાનું પુસ્તક છાપવાની ના પાડી:પેંગ્વિન ઇન્ડિયા ડ્રાફ્ટમાં ફેરફાર કરાવવા માંગતું હતું, લેખક સહમત ન થયા
    Next Article
    મહિલાઓ માટે સિટીબસમાં ફ્રી મુસાફરી:રાજકોટ મનપા દ્વારા રક્ષાબંધનનાં પવિત્ર દિવસે સુવિધા અપાતા બહેનોને રાખડી બાંધવા પહોંચવું સરળ બન્યું, મહિલાઓએ માન્યો તંત્રનો આભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment