Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશમાં બસ નદીમાં ખાબકી, 23નાં મોત:11 લોકોએ તરીને જીવ બચાવ્યા, બસને મોટી બોટ પર ચઢાવતી વખતે અકસ્માત થયો

    8 hours ago

    બાંગ્લાદેશમાં એક પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે. 11 મુસાફરો તરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બસમાં લગભગ 40 લોકો સવાર હતા. આ અકસ્માત બુધવારે સાંજે થયો હતો. ત્યારે માત્ર 2 લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા. આ અકસ્માત રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર થયો હતો. બસ ફેરી પર ચઢી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નદીમાં ખાબકી. બાંગ્લાદેશમાં બસો અને વાહનોને નદી પાર કરાવવા માટે ફેરીનો ઉપયોગ થાય છે. આ એક મોટી બોટ કે જહાજ જેવું હોય છે. વડાપ્રધાન તારિક રહેમાને બચાવ કામગીરીની માહિતી લીધી છે. સાથે જ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત સંબંધિત ત્રણ તસવીરો… 6 કલાક પછી બસ બહાર કાઢવામાં આવી બચાવ ટીમે ‘હમઝા’ નામના જહાજની મદદથી લગભગ 6 કલાકની જહેમત બાદ મધ્યરાત્રિએ બસને બહાર કાઢી. તેમાંથી 21 મૃતદેહો મળ્યા, જ્યારે ડાઇવર્સે અગાઉથી જ બે મહિલાઓના મૃતદેહો શોધી કાઢ્યા હતા. ફાયર સર્વિસ અને કોસ્ટગાર્ડના ડાઇવર્સ સેના અને પોલીસની મદદથી ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગેલા છે. ઈદ પછી લોકો ઢાકા પરત ફરી રહ્યા હતા અધિકારીઓએ જણાવ્યું કે બસ ઢાકા જઈ રહી હતી. તેમાં સવાર ઘણા મુસાફરો ઈદની રજાઓ પૂરી કરીને રાજધાની પરત ફરી રહ્યા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બસમાં સવાર ઘણા લોકો એક જ પરિવારના હતા. કેટલાક લોકો બહાર ઊભા હોવાને કારણે બચી ગયા, જ્યારે તેમના પરિવારજનો બસની અંદર ફસાયેલા રહી ગયા. ------------- આ સમાચાર પણ વાંચો… કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 66નાં મોત:114 કોલંબિયન સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા; ટેકઓફ પછી 1.5KM દૂર પડ્યું કોલંબિયામાં સોમવારે એરફોર્સનું હર્ક્યુલસ C-130 વિમાન ટેક-ઓફ દરમિયાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 66 સૈનિકોના મોત થયા છે. જ્યારે, 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ધ ગાર્ડિયન અનુસાર, કોલંબિયન વાયુસેનાના પ્રમુખ મેજર જનરલ કાર્લોસ ફર્નાન્ડો સિલ્વાએ જણાવ્યું કે વિમાનમાં 114 સૈનિકો અને 11 ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટના પેરુ સરહદ નજીક દક્ષિણ એમેઝોન ક્ષેત્રના પ્યુઅર્ટો લેગુઇઝામોમાં થઈ હતી. રક્ષા મંત્રી પેડ્રો સાંચેઝે જણાવ્યું કે વિમાન રનવેથી લગભગ 1.5 કિલોમીટર દૂર જઈને પડ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર …
    Click here to Read More
    Previous Article
    Drug and Socio-Economic Census: Behind Punjab move to count its addicts, policy shift from enforcement to targeted rehabilitation
    Next Article
    The men, the machines and the ‘psychic mediums’ who helped elite grandmasters prepare for top tournaments

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment