Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    227 રનના ચેઝમાં કોલકાતાએ 100 રનનો આંકડો પાર કર્યો:રઘુવંશીએ ફિફ્ટી ફટકારી, ટીમે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી; રિંકુ સિંહ પણ ક્રિઝ પર

    4 days ago

    IPLની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 227 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKRએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. SRHએ પાવરપ્લેમાં 84 રન બનાવ્યા બાદ 10 ઓવર સુધીમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, હેનરિક ક્લાસેને શાનદાર ફિફ્ટી ફટકારીને ટીમને 226 રન સુધી પહોંચાડી દીધી. કોલકાતા તરફથી બ્લેસિંગ મુઝરબાનીએ 4 વિકેટ ઝડપી. જવાબમાં કોલકાતા તરફથી અત્યારે અંગક્રિશ રઘુવંશી અને રિંકુ સિંહ ક્રિઝ પર છે. અંગક્રિશ રઘુવંશીએ ફિફ્ટી ફટકારી છે. કેમરૂન ગ્રીન 2 રન બનાવીને પાવરપ્લેના છેલ્લા બોલે રન આઉટ થયો. ફિન એલેન 28 રન બનાવીને આઉટ થયો. તેને હર્ષ દુબેએ આઉટ કર્યો હતો. પાંચમી ઓવરમાં કેપ્ટન અજિંક્ય રહાણે પણ કેચ આઉટ થઈ ગયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને બ્લેસિંગ મુઝરાબાની. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ અને ડેવિડ પેને.
    Click here to Read More
    Previous Article
    Oil jumps 7percent after Trump warns of fresh Iran strikes; petrol prices fluctuate in India
    Next Article
    IPL 2026, KKR vs SRH LIVE Cricket Score: Rinku Singh falls for 35 for Kolkata vs Hyderabad in Eden Gardens

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment