Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માછીમારો માટે રાહતના સમાચાર:માછીમારી બોટના ડીઝલ ભાવમાં કરાયેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચી લેવાયો

    5 days ago

    ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓના આર્થિક હિતોના રક્ષણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ભારત સરકારમાં અસરકારક રજૂઆત કરીને માછીમારી બોટના ડીઝલના ભાવ વધારા અંગે મહત્વનો ઉકેલ લાવ્યા છે. ગુજરાત સરકારના મત્સ્ય સંઘ - GFCCA દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. 22.43 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈ મંત્રીઓ, ધારાસભ્ય, સ્થાનિક આગેવાનો અને વિવિધ માછીમારી સંસ્થાઓ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે, કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં કરાયેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચવા સ્પષ્ટ સૂચના આપી છે. જેથી રાજ્યના માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે.જેથી પોરબંદરમાં માછીમારી વ્યવસાય સાથે જોડાયેલ 5 થી 10 હજાર પરિવારને રાહત મળી છે. અત્રે નોંધનીય છેકે, માછીમારી બોટના ડીઝલના ભાવ વધારાથી ભારે વિરોધ ઉઠ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચૌટા વાંક પાસે પેરોલ ફર્લો સ્કોડે દરોડો પાડ્યો‎:પોલીસે કુલ રૂ.88,000નો મુદ્દામાલ કબ્જે કર્યો‎
    Next Article
    જાહેરનામુ:માધવપુરના મેળાને લઈને ટ્રાફીક નિયમન કરતુ જાહેરનામુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment