Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 2.24 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક પકડાયો:મેકશન કારખાના પાછળથી રૂ.6720 રૂપિયાનો MD જથ્થો જપ્ત

    10 hours ago

    સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પાસે આવેલા મેકશન કારખાનાની પાછળના કાચા રસ્તા પરથી મેફેડ્રોન (MD)નો જથ્થો પકડાયો છે. આ જથ્થાનું વજન 2.24 ગ્રામ છે અને તેની કિંમત રૂપિયા 6,720 છે. સુરેન્દ્રનગર ડીવીઝન સ્કવોર્ડ, SOG શાખા અને પેરોલ ફર્લો સ્કવોર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને આ મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમી મુજબ, સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પાસે મેકશન કારખાનાની પાછળના કાચા રસ્તા પર સુરેન્દ્રનગરના રતનપરનો રહેવાસી 25 વર્ષીય સમીર યુસુબભાઇ કટીયા નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે નાર્કોટિક્સનો જથ્થો મેફેડ્રોન લઈને ઊભો હતો. પોલીસે આરોપી સમીર કટીયાને રૂ.6,720ની કિંમતના 2.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી એક ખાખી કવરમાં નેવી બ્લુ રંગનો vivo કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5,000 અને એક રાખોડી રંગનો one plus કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5,000 પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂપિયા 16,720નો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    માગરોળના સાંબડ ગામે SMCના દરોડામાં મોટું જુગારધામ ઝડપાયું.:જૂનાગઢ પોલીસ બ્રાન્ચો, સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સાંબડ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો , ₹8 લાખથી વધુના મુદ્દામાલ સાથે 10 જુગારીઓ ઝડપાયા,મુખ્ય આરોપી ફરાર
    Next Article
    Praful Pansheriya | આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો નાયક અંદાજ । Health Minister | Gujaarti News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment