Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સંગોષ્ઠીનું સમાપન:220 સંશોધકોએ શોધપત્રો રજૂ કર્યા; 300 જિજ્ઞાસુઓએ ભાગ લીધો; ભારતીય જ્ઞાનપરંપરાને આધુનિક સંશોધન સાથે જોડવા આહવાન

    12 hours ago

    વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે “વિકસિત ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષણ, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા” વિષય પર આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું શુક્રવારે ભવ્ય સમાપન થયું હતું. વિકાસ સપ્તાહ–2026 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા નિષ્ણાતો, સંશોધકો અને યોગ જિજ્ઞાસુઓએ વૈચારિક મંથન કર્યું હતું. સંગોષ્ઠી દરમિયાન 220 સંશોધકોએ પોતાના શોધપત્રો રજૂ કર્યાં હતાં, જ્યારે 300થી વધુ જિજ્ઞાસુઓએ સહભાગી થઈ 511 વાર સૂર્યનમસ્કાર કર્યા હતા. આરોગ્ય અને ચિકિત્સા પરંપરા પર ભાર સમારોહના અધ્યક્ષ પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા અને અતિથિઓએ સ્વસ્થ જીવનશૈલીના નિર્માણમાં યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મુખ્ય અતિથિ ડૉ. પાંચાભાઈ દમણિયાએ આસનો તથા પ્રાણાયામના ફાયદા વર્ણવ્યા હતા, જ્યારે વિશિષ્ટ અતિથિ ડૉ. રાહુલ ભટ્ટે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પ્રાકૃતિક ચિકિત્સાના અભિગમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. શૈક્ષણિક અને સંશોધન સહયોગ આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન યુનિવર્સિટીના વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ કેન્દ્ર અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. સંગોષ્ઠી દરમિયાન શૈક્ષણિક સત્રો અને સંશોધન પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરાયો હતો. આ તકે કેટલાક સહભાગીઓએ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (MoU) કરીને સંયુક્ત સંશોધન કામગીરી કરવાની ઈચ્છા દર્શાવી હતી. સમાપન પ્રસંગે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ સ્ટેશન રોડ પર શોપિંગ કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી:જર્જરિત હિસ્સો તૂટ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, દુકાનદારોમાં ફફડાટ
    Next Article
    ટ્રોલિંગ પર કેટરિના કૈફનો જવાબ:બીજાની વાત સાંભળશો તો આગળ નહીં વધી શકો; ડિલિવરી પછીના લુકને લઈને થઈ ટ્રોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment