Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    220 રનના ચેઝમાં ઝિમ્બાબ્વે કપરી પરિસ્થિતિમાં:ટીમે પાંચમી વિકેટ ગુમાવી દીધી; પ્રિન્સ યાદવને બીજી સફળતા મળી, યશ ઠાકુર-રવિ બિશ્નોઈ-દુબેને પણ વિકેટ મળી

    1 day ago

    ભારતે બીજી T20માં ઝિમ્બાબ્વેને 220 રનનો ટાર્ગેટ આપ્યો. હરારેમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ પર 219 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેનો સ્કોર 11 ઓવરમાં 81/5 છે. ટીમ તરફથી રયાન બર્લ અને તાદિવાનાશે મારુમાની ક્રિઝ પર છે. ભારત માટે યશ ઠાકુર, પ્રિન્સ યાદવ અને રવિ બિશ્નોઈએ વિકેટ લીધી. યશે બ્રાયન બેનેટ (32 રન)ને આઉટ કરીને T20 ઇન્ટરનેશનલમાં પોતાની પહેલી વિકેટ મેળવી. પ્રિન્સે બેન કરન અને સિકંદર રઝાને પવેલિયન ભેગા કર્યા. ઈશાન કિશને 44 બોલમાં 81 રનની ઇનિંગ રમી. તિલક વર્મા 29 બોલમાં અણનમ 60 રન બનાવીને પરત ફર્યો. ભારતની શરૂઆત સારી રહી નહોતી. અભિષેક શર્મા 8 રન બનાવીને આઉટ થયો. વૈભવ સૂર્યવંશી 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 9 બોલમાં 20 રન બનાવ્યા. ત્યારબાદ ઈશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યર (25 રન) વચ્ચે 66 રનની ભાગીદારી થઈ. શ્રેયસના આઉટ થયા પછી ઈશાન અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે 94 રન જોડ્યા. ઝિમ્બાબ્વે તરફથી ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારવા, બ્રાયન બેનેટ અને બ્લેસિંગ મુઝારાબાનીને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને યશ ઠાકુર. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તાદિવાનાશે મારુમાની (વિકેટકીપર), બેન કરન, ડીઓન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રયાન બર્લ, વેસ્લી મધેવેરે, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝરબાની.
    Click here to Read More
    Previous Article
    NEET leak protest: Vandalism and arson reported in Bihar; Tejashwi alleges police fired AK-47s at students
    Next Article
    એશિયાનો સૌથી મોટો ચારણકા સોલાર પાર્ક ડૂબ્યો:વંદે ભારત સહિત 6 ટ્રેનો રદ્દ , 202 તાલુકામાં વરસાદ ખાબક્યો; આગામી ત્રણ કલાક 3 શહેરોમાં રેડ એલર્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment