Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર બસ પલટતા એક મહિલાનું મોત:કરીયાણા ગામ નજીક અકસ્માતમાં 22 ઈજાગ્રસ્ત, 9 ગંભીર ઇજાગ્રસ્તોને સોલા સિવિલ ખસેડાયા

    2 days ago

    અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર રવિવારે સાંજે કરિયાણા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પારિવારિક પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદથી ભાવનગર પરત ફરી રહેલી ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી ખાઈ રોડની નીચે ઉતરી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા મુસાફરનું મોત થયું છે, જ્યારે બસમાં સવાર 22 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. બસમાં સવાર તમામ લોકો ભાવનગરના કરચલિયા પરાના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 23 મુસાફરો ભરેલી બસ કરિયાણા ગામ નજીક પલટી પ્રાપ્ત માહિતી મુજબ ખાનગી બસ નંબર GJ-01-DY-4506માં આશરે 23 મુસાફરો સવાર હતા. બસ તા. 21 જૂનના રોજ સાંજે અંદાજે 7:30 વાગ્યે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કરિયાણા ગામ નજીક પહોંચી હતી, ત્યારે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ રોડની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસ, 108 ઇમરજન્સી સેવા તેમજ અન્ય બચાવ ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 108 સેવાની ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ધોળકા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. 61 વર્ષીય મહિલાનું મોત, 22 મુસાફરો ઇજાગ્રસ્ત, 9 સોલા સિવિલ ખસેડાયા ધોળકા નજીક સર્જાયેલા આ અકસ્માતમાં મીની બસમાં સવાર કુલ 23 લોકો ભોગ બન્યા હતા. અકસ્માતને પગલે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ધોળકા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મીની બસમાં સવાર 61 વર્ષીય રંજનબેન દશાડિયાનું ગંભીર ઇજાઓના કારણે દુઃખદ અવસાન થયું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તો પૈકી 13 વ્યક્તિઓને સામાન્ય તેમજ નાની-મોટી ઇજાઓ થતાં હાલ ધોળકા સરકારી દવાખાનામાં જ દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ સિવાય ગંભીર રીતે ઘવાયેલા અન્ય 9 દર્દીઓની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સઘન સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા વાહનચાલકોને અકસ્માત સ્થળ નજીક સાવચેતીપૂર્વક વાહન ચલાવવા તેમજ જરૂરી હોય ત્યાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને અકસ્માતના વાસ્તવિક કારણ અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Despite Harmanpreet’s absence, India beat Olympic champions Netherlands 3-2
    Next Article
    Spain vs Saudi Arabia LIVE Score, FIFA World Cup 2026: Lamine Yamal Joins Pele In Record Books; Crowd Boos As Spain's 5th Goal Is Disallowed | ESP 5-0 KSA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment