Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ:કેન્સર હોસ્પિટલ માટે 22 ગામોમાં 5દિવસ ભ્રમણ કરશે

    5 days ago

    જામનગરના કાલાવડ તાલુકામાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ખોડલધામ સમિતિ-કાલાવડ દ્વારા આયોજિત આ રથયાત્રા 21થી 25 માર્ચ સુધી તાલુકાના પશ્ચિમ ઝોનના ૨૨ ગામોમાં ભ્રમણ કરશે. તેનો મુખ્ય હેતુ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે લોકસંગ્રહ કરવાનો છે. આ રથયાત્રા સામાજિક જવાબદારી અને ધાર્મિક આસ્થાના સમન્વય સાથે આયોજિત કરવામાં આવી છે. એકત્રિત થનારી સહાય કેન્સર હોસ્પિટલના નિર્માણ અને દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લેવાશે, જે તેને માનવસેવાના યજ્ઞ સમાન બનાવે છે. પાંચ દિવસીય આ રથયાત્રા દરમિયાન વિવિધ ગામોમાં મા ખોડલના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રથયાત્રાનો વિગતવાર રૂટ અને રાત્રિ રોકાણ નીચે મુજબ છે. 21 માર્ચના રોજ સાંજે ૫ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને તેનું પ્રથમ રાત્રિ રોકાણ નાની વાવડી ખાતે થયું હતું. ૨૨ માર્ચના રોજ રથ નાની વાવડીથી નીકળી લક્ષ્મીપુર, મોટી ભગેડી, નાની ભગેડી, દાવલી અને મોરવાડી થઈ લાલોઈ ખાતે રાત્રિ રોકાણ કરશે. 23 માર્ચના રોજ લાલોઈથી ચેલાબેડી, રામપર, રવેશિયા, નાની ભલસાણ થઈ બેરાજા ખાતે રાત્રિ રોકાણ થશે. 24માર્ચના રોજ રથ બેરાજાથી સરાપાદર, બાંગા, કૃષ્ણપુર, ગોલણીયા અને નાગપુર થઈ ખાનકોટડા ખાતે રોકાશે. રથયાત્રાના અંતિમ દિવસે, ૨૫ માર્ચના રોજ, રથ ખાનકોટડાથી મોટી માટલી અને ખંઢેરા થઈ બાદનપર ખાતે પહોંચશે, જ્યાં રથયાત્રાનું સમાપન થશે.
    Click here to Read More
    Previous Article
    અમલસાડી ચીકુની સિઝન શરૂ, પ્રથમ ટ્રેન દિલ્હી રવાના:35,000 બોક્સ સાથે ઉત્તર ભારતના બજારોમાં પહોંચશે
    Next Article
    Chaat, Jalebi And Bollywood: Inside Israel's 'Little India' Dimona, Struck By Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment