Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક વર્ષમાં જ ગુજરાતનું દેવું 22 હજાર કરોડ વધ્યું:જાહેર દેવું 3.80 લાખ કરોડે પહોંચ્યું, મહેસૂલી પુરાંતમાં 43%નો ઘટાડો; CAG રિપોર્ટમાં ગુજરાતની આર્થિક સ્થિતિના ચોંકાવનારા આંકડા

    9 hours ago

    ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ થયેલા CAG રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે મિશ્ર પરંતુ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. એક તરફ રાજ્યનું અર્થતંત્ર અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ નોંધાઈ છે, તો બીજી તરફ મહેસૂલી પુરાંતમાં મોટો ઘટાડો અને દેવામાં વધારો થયો છે. જે સરકાર માટે પડકારરૂપ બન્યો છે. મહેસૂલી પુરાંતમાં 43.41 ટકાનો ઘટાડો CAG રિપોર્ટ અનુસાર, રાજ્યની મહેસૂલી પુરાંતમાં ગત વર્ષની સરખામણીએ 43.41 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2023-24માં રૂપિયા 33,477 કરોડ રહેલી પુરાંત 2024-25માં ઘટીને રૂપિયા 18,943 કરોડ થઈ ગઈ છે. મહેસૂલી ખર્ચમાં નોંધાયેલા વધારો અને આવકમાં ઘટાડો આ સ્થિતિ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. એક વર્ષમાં ગુજરાતનું દેવું 22 હજાર કરોડ વધ્યું રાજ્યનું કુલ જાહેર દેવું હવે રૂપિયા 3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જેમાં એક વર્ષમાં આશરે 22 હજાર કરોડનો વધારો થયો છે. બજાર લોનનો આંકડો પણ રૂપિયા 3.11 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ સાથે સાથે રાજ્ય પોતાની આવકનો 12.82 ટકા હિસ્સો માત્ર દેવાના વ્યાજની ચૂકવણીમાં જ ખર્ચી રહ્યું છે, જે વિકાસ માટેના ખર્ચને અસર કરી શકે છે. માથાદીઠ આવક 3.66 લાખ સુધી પહોંચી આર્થિક રીતે રાજ્ય મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતનો GSDP વધીને રૂપિયા 26.72 લાખ કરોડ થયો છે, જે દેશના કુલ GDPમાં લગભગ 8 ટકા હિસ્સો ધરાવે છે. માથાદીઠ આવક રૂપિયા 3.66 લાખ સુધી પહોંચી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. સાક્ષરતા દર 84.6 ટકા અને ગરીબી દર 11.66 ટકા હોવો પણ સકારાત્મક પાસા દર્શાવે છે. 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ સામાજિક સૂચકાંકોમાં કેટલીક ચિંતાજનક બાબતો પણ સામે આવી છે. રાજ્યમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે અને હવે 50.29 ટકા વસ્તી શહેરોમાં વસે છે. આરોગ્ય ક્ષેત્રે સુધારો નોંધાયો હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં ગુજરાત પાછળ છે, જ્યાં 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ છે. વહીવટી સ્તરે પણ ખામીઓ સામે આવી છે. વર્ષો સુધી હજારો કરોડના વપરાશ પ્રમાણપત્રો બાકી છે અને વધારાની ચૂકવણીઓનું નિયમિતકરણ થયું નથી, જે નાણાકીય શિસ્ત અંગે પ્રશ્નો ઊભા કરે છે. મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધ્યું CAGના આ અહેવાલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજ્યની મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધી રહ્યું છે. આવનારા સમયમાં ખર્ચ પર નિયંત્રણ અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો નહીં કરવામાં આવે તો વિકાસલક્ષી યોજનાઓ પર અસર થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ‘Don’t be scared’: When Kareena Kapoor told Aamir Khan about her pregnancy during Laal Singh Chaddha shoot; why working women fear being penalised for motherhood
    Next Article
    ‘‘Drugs stolen, eaten by rats’: CAG slams Gujarat on storage, disposal of narcotics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment