Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 જૂનનું અંકફળ:અંક 2ના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અંક 7ના જાતકોને નોકરીમાં બદલીના યોગ

    22 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં કાર્યની બાબતોમાં કોઈના પર ભરોસો કરવો નહીં. પોતાના જ પ્રયાસોથી સફળતા પ્રાપ્ત થશે. નવા કાર્યો કરવાની તક મળી શકે છે. બપોર પછી ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. કાર્યો સુચારૂ રૂપે ચાલતા રહેશે અને યોજનાઓ સફળ થશે. આવકની બાબતોમાં પણ સુધારો જળવાઈ રહેશે. સાંજે મન થોડું નિરાશ રહેશે, કાર્ય પ્રત્યે બેદરકારી થઈ શકે છે અને ધનની અછત વર્તાઈ શકે છે. આ સમયે લોન લેવાનો વિચાર ટાળવો. કરિયર: વેપાર અર્થે યાત્રા કરવી પડી શકે છે. નોકરીમાં અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. વેપારમાં ભાગીદારો સાથે વિવાદ થઈ શકે છે. લવ: જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. પ્રેમ પ્રસ્તાવ મૂકવામાં સંયમ રાખવો. લકી નંબર: 2-5-6 લકી કલર: લીલો શું કરવું: ભીમસેની કપૂર પ્રગટાવીને આખા ઘરમાં ફેરવો. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. આવક સારી જળવાઈ રહેશે. વિરોધીઓ નરમ પડશે અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. બપોરે વ્યસ્તતા વધુ રહી શકે છે. સહયોગ પ્રાપ્ત થશે અને જૂના દેવાની વસૂલાત થઈ શકે છે. સાંજે પણ કાર્ય પ્રત્યે ઉત્સાહ જળવાઈ રહેશે. રહસ્યમય વિદ્યાઓ તરફ રુચિ વધશે. સામાજિક ઉત્સવોમાં સામેલ થવાની તક મળશે. કરિયર: નોકરીમાં પ્રમોશનની તકો મળશે. કારોબાર ઉત્તમ રહેશે. વેપાર અર્થે યાત્રાનો યોગ પણ બનેલો છે. લવ: દાંપત્ય જીવન સુખમય રહેશે. પ્રેમી તરફથી ભેટ મળશે. લકી નંબર: 4-5-8 લકી કલર: પીળો શું કરવું: હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. ફરવા જવામાં અને મનોરંજનમાં સમય પસાર થશે. દરેક વ્યક્તિ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. આવકમાં સુધારો રહેશે અને મદદની અપેક્ષાઓ પૂર્ણ થશે. સમસ્યાઓનું નિવારણ આવશે. બપોરનો સમય પણ સારો જળવાઈ રહેશે. કાર્યોમાં સફળતા મળશે. નવા મિત્રો બનશે અને સમય સુખદ રહેશે. સાંજે બિનજરૂરી સમયનો બગાડ વધુ થશે. કોઈ કારણોસર વિવાદ થઈ શકે છે, આવકમાં ઘટાડો થઈ શકે છે અને તણાવ ઊભો થઈ શકે છે. કરિયર: વેપારમાં તેજી આવશે. નોકરીમાં નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે અને અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: જીવનસાથી પાસેથી વધુ અપેક્ષાઓ ન રાખવી. પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબર: 5-6-8 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગા માતાના દર્શન કરો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. અદાલતી કાર્યોમાં સફળતા મળશે. કાર્યનો બોજ વધી શકે છે, જેનાથી થોડો તણાવ ઊભો થશે, છતાં આવક જળવાઈ રહેશે. બપોરે સમય અનુકૂળ રહેશે. વિરોધને રોકવામાં સફળ રહેશો અને વાહન સુખની પ્રાપ્તિ થશે. મદદની અપેક્ષાઓ પૂર્ણ થશે. સાંજે કાર્યસ્થળ અનુકૂળ રહેશે. નજીકના લોકો સહયોગ કરશે. ધનની આવક ઉત્તમ રહેશે. રાત્રિનો સમય પ્રસન્નતાપૂર્વક પસાર થશે. કરિયર: વેપારલક્ષી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ રહેશો. નોકરી માટે વધુ પ્રયાસો કરવા પડશે, અધિકારીઓ નારાજ થઈ શકે છે. લવ: દાંપત્ય જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. લકી નંબર: 2-5-8 લકી કલર: લાલ શું કરવું: ગણેશજીને મીઠાઈ ધરાવો. સવારના સમયમાં નિયમોનું ઉલ્લંઘન ન કરવું, અન્યથા મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો. જમીન સંબંધિત કાર્યોથી લાભ થશે. બાંધકામ પાછળ ખર્ચ થશે. બપોરે આવકની પ્રાપ્તિ થશે અને સહયોગ મળશે. કાર્યોમાં સુધારો થશે. સરકારી કાર્યોમાં મદદ મળશે. સાંજે પણ રાહતભર્યો સમય રહેશે. આર્થિક આધાર મજબૂત બનશે અને અવરોધો દૂર થશે. રાત્રે અતિશય થાક અનુભવાશે. કરિયર: વેપાર અર્થે યાત્રાનો યોગ છે. નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવ: દાંપત્ય જીવન સુખમય રહેશે. પ્રેમ પ્રસ્તાવો પ્રાપ્ત થશે. લકી નંબર: 1-5-7 લકી કલર: વાદળી શું કરવું: હનુમાન અષ્ટકના પાઠ કરો. સમયસર કાર્યો પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. પોતાના લોકો તરફથી થોડું દુઃખ મળી શકે છે. એવા લોકોને મળવાનું થશે, જે ભાગ્યોદયમાં સહાયક બનશે. પરિવારનો સાથ જળવાઈ રહેશે. કોઈની મદદ કરવી પડી શકે છે. બપોરનો સમય પણ તમામ પ્રકારે અનુકૂળ રહેશે. કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને મદદ મળશે. સાંજે બિનજરૂરી ચિંતાઓ ઘેરી શકે છે. રાત્રે તાવ વગેરેની આશંકા છે તેમજ અનિદ્રાની સમસ્યા રહેશે. કરિયર: કારોબારમાં શ્રેષ્ઠતા રહેશે. નવા વેપારની શરૂઆત થઈ શકે છે. નોકરીમાં પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે. લવ: વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. પ્રેમી સાથી તરફથી ઉપહાર મળશે. લકી નંબર: 5-7-9 લકી કલર: વાદળી શું કરવું: ગરીબોને વસ્ત્રોનું દાન કરો. મિત્રો અને પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે. અભ્યાસમાં રુચિ વધશે. ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. વિવાદિત બાબતોમાં વિજય પ્રાપ્ત થશે. બપોરનો સમય સારો રહેશે. કાર્યની અધિકતાની સાથે આવકની પ્રાપ્તિ પણ થશે. નાની યાત્રાનો યોગ બનેલો છે. કોઈ સામાજિક કાર્યક્રમમાં જવાની તક મળશે. સાંજના સમયે ધન પ્રાપ્તિ થશે, મિત્રો સાથે મુલાકાત થશે અને મન પ્રસન્ન રહેશે. કરિયર: નવા કારોબાર અને કાર્યો તરફ આગળ વધશો. નોકરીમાં બદલીનો યોગ બનશે. લવ: પ્રેમ પ્રસ્તાવોમાં સફળતા મળશે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 3-5-9 લકી કલર: મરૂન શું કરવું: દહીં ખાઈને ઘરની બહાર નીકળો. સંપર્કોનો પૂરો લાભ મળશે. સંતાન પક્ષ તરફથી થોડી ચિંતા રહી શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. કેટલાક બિનજરૂરી કાર્યોમાં સમય બગડી શકે છે. બપોરે આવકની સ્થિતિમાં સુધારો થશે. મિત્રો સહયોગ કરશે અને વિરોધીઓને પરાસ્ત કરવામાં સક્ષમ રહેશો. સાંજે ફરવા જવાની તક મળશે. વાહનમાં ખરાબી આવી શકે છે. મિત્રો સાથે વિવાદ થવાની સંભાવના છે, શત્રુઓથી સાવધ રહેવું. આવક સારી જળવાઈ રહેશે. કરિયર: કાર્યસ્થળ પર સુખદ વાતાવરણ રહેશે. અધિકારીઓ પ્રસન્ન રહેશે અને વેપારમાં લાભદાયક સ્થિતિ રહેશે. લવ: દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. લકી નંબર: 4-5-7 લકી કલર: ગુલાબી શું કરવું: આજે કેસરનું તિલક લગાવો. પરિવારમાં કોઈ સભ્ય બીમાર થવાથી ચિંતા રહેશે. મહેમાનોના આવવાથી પ્રસન્નતા મળશે. ખર્ચની અધિકતાના કારણે થોડી પરેશાની થશે, પરંતુ આવક પણ જળવાઈ રહેશે. નજીકના લોકોથી સાવધ રહેવું. બપોરે રાહત મળશે અને શરૂઆતથી આવી રહેલી પરેશાનીઓ સમાપ્ત થશે. તેમજ સહયોગ મળશે. સાંજે કાર્યસ્થળ પર સારું વાતાવરણ રહેશે અને આવકમાં સુધારો થશે. કિંમતી સામાન ગુમ થઈ શકે છે, તેથી ઘર જતી વખતે સાવધ રહેવું અને વિવાદોથી બચવું. કરિયર: નવા કારોબાર માટે ચર્ચા-વિચારણા થશે. નોકરીમાં થોડી પરેશાની આવી શકે છે. લવ: પ્રેમમાં અસફળતા મળી શકે છે. જીવનસાથી સાથે તણાવ થવાની સંભાવના છે. લકી નંબર: 5-6-9 લકી કલર: સફેદ શું કરવું: આજે સફેદ વસ્ત્રો ધારણ કરો.
    Click here to Read More
    Previous Article
    22 જૂનનું ટેરો રાશિફળ:મકર રાશિના લોકોને અચાનક ગુડ ન્યૂઝ મળશે, મોટી સફળતા કુંભ રાશિના જાતકોની રાહ જોઈ રહી છે
    Next Article
    "Faced Such Crisis Before": Uddhav Thackeray As Party Rebels Move To Delhi

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment