Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોનાં ધુમાડા છતાં રાજકોટ અગનભઠ્ઠી:મનપા દ્વારા રૂ. 22 કરોડનાં ખર્ચે 17.50 લાખ કરતા વધુ વૃક્ષો રોપ્યાનો દાવા છતાં રાજકોટ દેશમાં સૌથી વધારે ગરમ શહેર !

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવાના બણગાં વચ્ચે એક ચોંકાવનારો આંકડાકીય વિરોધાભાસ સામે આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તંત્ર દ્વારા કુલ રૂ. 22.89 કરોડનો માતબર ખર્ચ કરીને 17,58,746 જેટલા જંગી વૃક્ષોનું વાવેતર કરવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમ છતાં રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેરોની યાદીમાં મોખરે રહ્યું છે. આ આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે કાગળ પર વૃક્ષોનું 'જંગલ' ઉભું કરવામાં આવ્યું છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગત 11 માર્ચના રોજ 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ આખા દેશમાં સૌથી ગરમ શહેર નોંધાયું હતું, જે તંત્રના ગ્રીન કવર વધારવાના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર ડેટા પર નજર કરીએ તો 2021 થી 2026 સુધી 5 વર્ષમાં વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન થયેલા વર્ષવાર ખર્ચ અને વૃક્ષોની સંખ્યાની વિગત અત્યંત ચોંકાવનારી છે. વર્ષ 2021-22 માં રૂ. 4.21 કરોડના ખર્ચે 84,800 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વર્ષ 2022-23 માં રૂ. 60 લાખના ખર્ચે 3,333 વૃક્ષો, વર્ષ 2023-24 માં રૂ. 3.94 કરોડના ખર્ચે 3,83,419 વૃક્ષો, વર્ષ 2024-25 માં રૂ. 5.43 કરોડના ખર્ચે 6,52,954 વૃક્ષો અને વર્ષ 2025-26 માં રૂ. 8.71 કરોડના અધધ ખર્ચે 6,34,242 વૃક્ષો વાવવાનો દાવો કરાયો છે. ક્યાં વર્ષમાં કેટલા ખર્ચે વૃક્ષોનું વાવેતર કરાયું વર્ષ ખર્ચ વૃક્ષોની સંખ્યા 2021-22 4.21 કરોડ 84,800 2022-23 60.00 લાખ 3,333 2023-24 3.64 કરોડ 3,83,419 2024-25 5.43 કરોડ 6,52,954 2025-26 8.71 કરોડ 6,34,242 કુલ 22.59 કરોડ 17,58,748 આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે વર્ષ દર વર્ષે ખર્ચના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે, પરંતુ તેની સામે શહેરના તાપમાનમાં કોઈ રાહત મળી નથી. ઉલટાનું, મે મહિનામાં રાજકોટનું તાપમાન 42.9 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેર સતત ગરમીમાં શેકાતું રહ્યું છે. આ સ્થિતિની પાછળનું મુખ્ય કારણ છોડ-ઉછેરમાં દાખવવામાં આવતી ઘોર બેદરકારી અને આધુનિક વ્યવસ્થાનો અભાવ હોવાનું મનાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસામાં ઉત્સાહભેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજીને લાખોના ખર્ચે વૃક્ષારોપણ તો કરવામાં આવે છે, પરંતુ આ રોપાઓના જતન અને સંવર્ધન માટે કોઈ નક્કર કે લાંબા ગાળાનું આયોજન દેખાતું નથી. વિકાસના નામે વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે અને તેની સામે જે નવા રોપાઓ વાવવામાં આવે છે તેમાંથી કેટલા જીવિત રહે છે તેનો ચોક્કસ ડેટા તંત્ર પાસે હોતો નથી. સ્માર્ટ સિટી વિસ્તારમાં પણ RSCDL (રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ.) દ્વારા લાખોના ખર્ચે 53,471 ચોરસ મીટર વિસ્તારમાં 2,33,618 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આમ છતાં આ નવવિકસિત વિસ્તારમાં ગ્રીન કવરની ભારે અછત દેખાઈ રહી છે. જે સૂચવે છે કે આંકડાકીય માયાળજાળ ઉભી કરીને માત્ર કાગળ પર જ હરિયાળી બતાવવામાં આવી રહી છે. મનપાના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર ભાવેશ આર. જાકાસણીયાના જણાવ્યા અનુસાર શહેરમાં નાના-મોટા મળીને 186 ગાર્ડન આવેલા છે. આ વૃક્ષોની જાળવણી માટે માળી સહિતના 250 કરતા પણ વધુ કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવે છે અને શહેરમાં અંદાજે 14 લાખ વૃક્ષો હોવાનું તંત્રનું અનુમાન છે. તંત્ર દ્વારા તમામ બાગ-બગીચાઓની યોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે. અને વૃક્ષોનું પણ નિયમિત જતન કરવામાં આવતું હોવાનો દાવો તેમણે કર્યો હતો. જોકે, સૌથી મોટી નબળાઈ એ છે કે આટલી જંગી સંખ્યામાં વવાયેલા વૃક્ષોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરી શકાય તેવી કોઈ જ વ્યવસ્થા તંત્ર પાસે ઉપલબ્ધ નથી. માત્ર કાગળ પરની ગણતરી અને કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવા સિવાય જમીન પર વૃક્ષોની શું સ્થિતિ છે તે જોવા કોઈ તૈયાર નથી. છેલ્લા એક વર્ષમાં શહેરમાં ગેરકાયદેસર વૃક્ષ છેદનની 49 ફરિયાદો મળી હતી, જેમાં તંત્ર દ્વારા નોટિસ ફટકારીને દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે, પરંતુ આવી કામગીરી માત્ર ઔપચારિકતા બનીને રહી ગઈ છે. પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તંત્રના દાવા મુજબ વર્ષે સરેરાશ 5 લાખ વૃક્ષો વાવવામાં આવતા હોય, તો 5 વર્ષમાં રાજકોટમાં 15 થી 17 લાખ જેટલા વૃક્ષો હોવા જોઈએ. આટલા બધા વૃક્ષો ખરેખર રોડ સાઈડ અને ગાર્ડનમાં જીવંત હોત, તો આજે રાજકોટનું તાપમાન વર્તમાન તાપમાન કરતા ઓછામાં ઓછું 2 થી 3 ડિગ્રી જેટલું નીચું હોવું જોઈતું હતું. શહેરમાં ઓક્સિજન પાર્ક જેવી સ્થિતિ હોવી જોઈએ, પરંતુ વાસ્તવિકતામાં રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેરોની યાદીમાં મોખરે રહે છે. મનપાએ વાવેલા નાના છોડવાઓના ઉછેરમાં રાખવામાં આવતી બેદરકારીને કારણે શહેર 'હોટ સ્પોટ' બની ગયું છે. મુખ્ય પ્રોજેક્ટ્સની વાત કરીએ તો રામવન અર્બન ફોરેસ્ટ અને ન્યારી ડેમ ખાતે મોટા પાયે વાવેતર, મિયાવાકી પદ્ધતિથી સ્માર્ટ સિટી અને વિવિધ વોર્ડમાં ગીચ વૃક્ષારોપણ તેમજ રોડસાઈડ પ્લાન્ટેશન જેવા પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવ્યા છે. રોડસાઈડ પ્લાન્ટેશનમાં ટ્રી-ગાર્ડ સાથે રોડની બંને બાજુ વાવેતર કરવાની યોજનાઓ તો બની, પણ તેની જાળવણીના અભાવે અડધાથી વધુ રોપાઓ સુકાઈ ગયા અથવા પશુઓ ખાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટને 'સ્માર્ટ સિટી' બનાવવાના પ્રયાસોમાં પર્યાવરણને જે રીતે અવગણવામાં આવી રહ્યું છે તે આવનારા સમય માટે ખતરાની ઘંટડી છે. માત્ર વૃક્ષો વાવવાથી જવાબદારી પૂરી થતી નથી, પણ તેને ઘટાદાર વૃક્ષ બનાવવું તે તંત્રની ફરજ છે. જો મનપા હજુ પણ જમીની હકીકત સ્વીકારીને વૃક્ષોના જતન માટે કોઈ ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ નહીં અપનાવે, તો કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ રાજકોટ 'ગ્રીન' બનવાને બદલે માત્ર 'ગ્રે' સિમેન્ટનું જંગલ બનીને રહી જશે. આ આંકડાકીય વિરોધાભાસ અને બેદરકારી સામે તંત્રએ જવાબદેહી નક્કી કરવી પડશે, અન્યથા આગામી વર્ષોમાં રાજકોટમાં ગરમીનો પારો નવા વિક્રમો સ્થાપશે અને નાગરિકોનું જીવવું દુષ્કર બનશે તે સાચી હકીકત છે.
    Click here to Read More
    Previous Article
    'હવે પછી ક્યારેય રીલ નહીં બનાવું, લુખ્ખાગીરી નહીં કરું':સુધરે એ શિવો નહીં, SOGએ સુરતના ડ્રગ માફિયા શિવા ઝાલાના સીન-સપાટા ઉતાર્યા, કાન પકડાવી માફી મંગાવી
    Next Article
    જામનગરમાં PMના સત્કાર માટે તૈયારીઓ પૂર્ણ:SPG અને બોમ્બ સ્ક્વોડના નિરીક્ષણ હેઠળ શહેર અભેદ્ય કિલ્લામાં ફેરવાયું; લોકોમાં અનેરો ઉમંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment