Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એનવિડિયા શેર 22% ઘટ્યો, $172ના નીચલા સ્તરે પહોંચ્યો:હુઆંગે ચીની મહિલા સાથે અફેર કબૂલ્યાની અસર, અમેરિકાને જાસૂસીની શંકા

    6 hours ago

    એનવિડિયાના સહ-સ્થાપક અને CEO જેન્સન હુઆંગે ચીની મહિલા ઉદ્યોગપતિ સાથે અફેર હોવાની કબૂલાત કર્યા બાદ કંપનીના શેરમાં એક જ દિવસમાં 5%થી વધુનો ઘટાડો થયો છે. 9 નવેમ્બરે વોલ સ્ટ્રીટ ખુલતાની સાથે જ AI ચિપ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની એનવિડિયાનો શેર ઘટીને 172.37 ડૉલરના કેટલાય મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો કંપનીના શેરમાં 22%થી વધુનો ઘટાડો થયો છે. આ દરમિયાન દરેક શેરની કિંમતમાં $56.91નો ઘટાડો થયો છે. 9 ઑક્ટોબરે તેની કિંમત 229.28 ડૉલર હતી. રોકાણકારોમાં કંપનીના નેતૃત્વ અને ભવિષ્યને લઈને અનિશ્ચિતતા ઊભી થતાં શેરો પર વેચવાલીનું દબાણ છે. દરમિયાન, એનવિડિયાના બોર્ડે આ મામલે તપાસ શરૂ કરી છે. બોર્ડે તપાસ શરૂ કરી, હુઆંગ CEO પદ પર યથાવત્ રહેશે એનવીડિયાના બોર્ડે મામલાની તપાસ માટે સ્વતંત્ર વકીલોની એક સમિતિ બનાવી છે. કંપનીનું કહેવું છે કે સુરક્ષા અથવા ડેટા લીક થવાનો કોઈ સંકેત મળ્યો નથી, તેમ છતાં સંપૂર્ણ સત્ય જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. હુઆંગ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને તેઓ પદ પર યથાવત્ રહેશે. સીઈઓ હુઆંગે ભૂલ સ્વીકારી, કર્મચારીઓની માફી માંગી એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે કર્મચારીઓને પત્ર મોકલીને પોતાની પત્ની સાથે બેવફાઈ કરવાની વાત કબૂલી અને પોતાના પરિવાર તથા કર્મચારીઓની માફી માંગી. તેમણે લખ્યું, કંપની સંભાળવી મારા જીવનની સૌથી મોટી વાત રહી છે. તમારી અપેક્ષાઓ અને વિશ્વાસ પર ખરા ઉતરવું મારી જવાબદારી હતી, પરંતુ મારાથી ભૂલ થઈ ગઈ. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં ખુલાસો થયો હતો આ સંબંધનો ખુલાસો 29 ઑક્ટોબરે ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં થયો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે જેન્સન હુઆંગના સંબંધો સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ સાથે જોડાયેલી ચીની નાગરિક અને બિઝનેસ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથે ખૂબ જ ગાઢ બની ગયા હતા. તાઇવાનમાં હુઆંગ અને એલિસ સાથે જોવા મળ્યાં હતાં ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, જેન્સન હુઆંગ અને એલિસ હુઆંગ પહેલીવાર જૂન 2024માં તાઇવાનની રાજધાની તાઇપેમાં એક પાર્ટી દરમિયાન સાથે જોવા મળ્યાં હતાં. આ પાર્ટી ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે રાખવામાં આવી હતી. એલિસ ત્યાં સિંગાપોરની કંપની મેગાસ્પીડના અધિકારી તરીકે હાજર રહ્યાં હતાં. લગભગ એક વર્ષ બાદ બંનેને તાઇપેની એક રેસ્ટોરન્ટમાં અન્ય ઉદ્યોગપતિઓ સાથે ડિનર કરતાં જોવા મળ્યાં હતાં. એલિસ અગાઉ ચીનમાં રિપોર્ટર હતાં, હવે સિંગાપોરની કંપનીમાં અધિકારી એલિસની ઑનલાઇન પ્રોફાઇલ મુજબ, તેમણે ચીનમાં ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. તેમની પ્રોફાઇલમાં HSBC, CCTV અને હુનાન ટીવી જેવી સંસ્થાઓનો પણ ઉલ્લેખ હતો. જોકે, આ માહિતીની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. બાદમાં તેઓ શાંઘાઈના એક રોકાણ ફંડ સાથે જોડાયાં. આ ફંડના સંબંધો ચીનની અનેક ટેક્નોલોજી કંપનીઓ અને રોકાણકારો સાથે હોવાનું કહેવાય છે. ત્યારબાદ એલિસ સિંગાપોરની ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલમાં વરિષ્ઠ અધિકારી બની ગઈ. આ કંપની દક્ષિણપૂર્વ એશિયામાં ડેટા સેન્ટર ચલાવે છે અને અન્ય કંપનીઓને કમ્પ્યુટિંગ ક્ષમતા ભાડે આપે છે. આ ક્ષમતાનો ઉપયોગ મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસ કરવા અને AI સિસ્ટમ ચલાવવા માટે થાય છે. જેન્સને 1993માં એનવિડિયાની શરૂઆત કરી હતી 63 વર્ષીય જેન્સન હુઆંગે 1993માં એનવિડિયાની શરૂઆત કરી હતી. કંપનીએ શરૂઆતમાં કમ્પ્યુટર માટે ગ્રાફિક્સ ચિપ બનાવવાનું કામ કર્યું હતું. બાદમાં AIની વધતી માંગ સાથે તેનો વ્યવસાય ઝડપથી વધ્યો અને તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થઈ ગઈ. હુઆંગનો પરિવાર પણ કંપની સાથે જોડાયેલો છે. તેમનો પુત્ર સ્પેન્સર કંપનીમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર છે અને રોબોટિક્સ સંબંધિત કામ સંભાળે છે. પુત્રી મેડિસન સિનિયર ડિરેક્ટર છે. તેઓ રોબોટિક્સ ઉપરાંત કંપનીના માર્કેટિંગ અને પ્રચારનું કામ પણ સંભાળે છે. તેમના જમાઈ નિકો કેપ્રેઝ કંપનીની બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં છે. જેન્સને 1985માં લૉરી સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. હુઆંગ ઘણી વખત કહી ચૂક્યા છે કે એનવિડિયાને ઊભી કરવામાં તેમની પત્નીએ તેમને સાથ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    दिवाली की खुशियां मातम में बदलीं, घर के बाहर पटाखे चला रहे 27 वर्षीय युवक की गोली मारकर हत्या
    Next Article
    🟠Monsoon in Gujarat LIVE | 10 કારણથી જેની સામે થાકી ગયું ચોમાસું! હવે શું થશે? | Weather | N18L

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment