Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારુલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ:22 દેશોના 151 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને 18 પ્રોફેસરોનું વડોદરામાં આગમન, 120 વિદ્યાર્થીઓ ટ્યુશન ફી વિના 6 મહિના માટે યુરોપિયન યુનિ.ઓમાં અભ્યાસ કરે છે

    13 hours ago

    વડોદરાની પારુલ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલાઇઝેશન અંતર્ગત આ વર્ષે વિશ્વના 22 દેશોમાંથી 151 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ અને 18 વિદેશી પ્રોફેસરોને વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો માટે હોસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થી વિનિમય, ડ્યુઅલ ડિગ્રી, ઇન્ટરનેશનલ ઇન્ટર્નશિપ અને આયુર્વેદ ઇમર્શન જેવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને પણ વૈશ્વિક શૈક્ષણિક અનુભવ અને આંતરરાષ્ટ્રીય તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પારુલ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચના ડિરેક્ટર ડો. પ્રીતિ નાયરે જણાવ્યું હતું કે, અમે ઇન્ટરનેશનલાઇઝેશન અંતર્ગત આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આ અંતર્ગત આ વર્ષ 151 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ અને 18 આંતરરાષ્ટ્રીય પ્રોફેસરોને પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટ કરી રહ્યા છીએ. આ 151 સહભાગીઓ વિશ્વના 22 અલગ-અલગ દેશોમાંથી આવ્યા છે, જેઓ 11 વિવિધ પ્રોગ્રામ્સમાં ભાગ લઈ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુથ એન્ટરપેન્યોરશિપ એક્સચેન્જ પ્રોગ્રામ એ એક યુનિક એન્ટરપ્રેન્યોરશિપ એક્સચેન્જ પ્રોગ્રામ છે. આમાં વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ આઇડિયાઝ અને બિઝનેસ પ્લાન્સને 12 અઠવાડિયામાં પ્રાઇવેટ કે વેન્ચર પ્રોજેક્ટમાં કન્વર્ટ કરે છે. આયુર્વેદ ઇમર્શન પ્રોગ્રામમાં ઓગસ્ટ મહિનામાં પોલેન્ડથી 24 વિદ્યાર્થીઓ આ 3 અઠવાડિયાના આયુર્વેદિક ઇમર્શન પ્રોગ્રામ માટે આવી રહ્યા છે. આયુર્વેદ ક્ષેત્રે આ ખૂબ જ વિશિષ્ટ પ્રોગ્રામ છે. આ ઉપરાંત અમે ઇન્ટરનેશનલ પીએચ.ડી. સ્કોલર પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ ઇન્ટર્નશિપ, સેમેસ્ટર એક્સચેન્જ, સમર સ્કૂલ્સ અને સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયો પર પ્રોગ્રામ્સ યોજીએ છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આપણા કેમ્પસમાં આવે છે, ત્યારે અમે પારુલ યુનિવર્સિટીના સ્થાનિક વિદ્યાર્થીઓને પણ આ પ્રોગ્રામ્સમાં સામેલ કરીએ છીએ. જેથી ક્રોસ-કલ્ચરલ લર્નિંગની તક મળે છે અને શૈક્ષણિક કાર્યપદ્ધતિનો અનુભવ થાય છે. આ ઉપરાંત સંયુક્ત સંશોધન અને પેપર પબ્લિકેશન શક્ય બને છે. સ્થાનિક વિદ્યાર્થીઓને પણ આંતરરાષ્ટ્રીય પ્રોફેસરો અને સહભાગીઓ સાથે સંવાદ સાધવાની એક ઉત્તમ તક પ્રાપ્ત થાય છે. તેઓએ કહ્યું હતું કે, અમે ઇનબાઉન્ડ સાથે આઉટબાઉન્ડ પ્રોગ્રામ્સનું પણ મોટું આયોજન કરીએ છીએ. જેમાં 'બર્ન યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ' સાથે અમારું જોડાણ છે, જ્યાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 2 અઠવાડિયાથી લઈને 2 મહિના સુધીના સમર સ્કૂલ્સ માટે સ્વિટ્ઝર્લેન્ડ/વિદેશ જાય છે. અમારી યુરોપિયન પાર્ટનર યુનિવર્સિટીઓ સાથેની ભાગીદારી હેઠળ દર સેમેસ્ટરે પારુલ યુનિવર્સિટીના 120 જેટલા વિદ્યાર્થીઓ કોઈપણ ટ્યુશન ફી આપ્યા વગર 6 મહિના માટે યુરોપિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી શકે છે. અમારી પાસે 34 ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ છે. આમાં વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીની સાથે-સાથે વિદેશી પાર્ટનર યુનિવર્સિટીની પણ ડિગ્રી મળે છે.
    Click here to Read More
    Previous Article
    Samsung just took a huge gamble on a passport-shaped foldable ahead of Apple’s entry
    Next Article
    બોટાદ શાકમાર્કેટમાં નિર્દોષ વાછરડી પર છરી વડે હુમલો:ઘાયલ વાછરડી પાંજરાપોળમાં સારવાર હેઠળ, હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment