Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા:14 થી 16 ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન

    1 day ago

    જૂનાગઢના ગંધ્રપ ફળીયા ખાતે આવેલા 200 વર્ષથી પણ વધુ પ્રાચીન જગન્નાથજી મંદિરેથી આ વર્ષે 22મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. સોરઠીયા વાણંદ જ્ઞાતિના નેજા હેઠળ જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આગામી તારીખ 14 જુલાઈથી 16 જુલાઈ 2026 સુધી ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન જળયાત્રા, વિષ્ણુયાગ યજ્ઞ, સત્યનારાયણ કથા અને ભગવાનના શાહી સ્નાન જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. અષાઢી બીજના દિવસે બપોરે 3:30 કલાકે પરંપરાગત પહિંદ વિધિ બાદ રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં ભગવાન જગન્નાથજી અને બહેન સુભદ્રાજીનો રથ ભક્તો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે, જ્યારે ભાઈ બલભદ્રજી ઘોડાવાળા રથમાં અગ્રેસર રહેશે. બેન્ડવાજા, ધૂન મંડળો અને વિવિધ ફ્લોટ્સ સાથે ભક્તો જોડાશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે 8:00 કલાકે ખરડેશ્વર વાડી (વાંઝાવાડ) ખાતે તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટી , રાજેન્દ્રભાઈ ચુડાસમા, ધનશુખભાઈ ચુડાસમા, ભદ્રેશભાઈ પરમાર, પાર્થ ભટ્ટી, વિજય ચુડાસમા, મનસુખભાઈ વાજા, જયેશભાઈ કુબાવત, સંદીપભાઈ પેથાણી, આવળભાઈ ખટાણા, સંજય ભાઈ કામડીયા, રાજુભાઈ મરાઠી સહીત જહેમત ઉઠાવી રહ્યા છે. આ રહ્યો .... શોભાયાત્રા રૂટ શ્રી જગન્નાથજી મંદિર (ગંધ્રપ ફળીયા) થી પ્રસ્થાનથઇ હાટકેશ્વર મંદિર, જવાહર રોડ, લીમડા ચોક, સેજનો ઓટો, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચહાટડી ચોક, આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવા ચોક, સ્વામી ચોક, ભીડભંજન મહાદેવ થઇ પરત નિજ મંદિર (પૂર્ણહુતિ) થશે. આ રહ્યા... 3 દિવસના મુખ્ય કાર્યક્રમો
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:જેતપુર તરફથી કારમાં દારૂ ભરીને આવતા આંબેડકર નગરના ત્રણ યુવકો ઝડપાયા
    Next Article
    How Harmanpreet Kaur-led India Can Qualify For Women's T20 World Cup Semi-Finals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment