Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ. 21,900નો મુદ્દામાલ જપ્ત, ગાંજો સપ્લાય કરનાર વોન્ટેડ જાહેર:ડોલવણમાં SOGનો સપાટો : 334 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

    2 days ago

    ડોલવણ તાલુકામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈની સૂચના મુજબ એનડીપીએસના ગુનાઓમાં કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ અંતર્ગત એસઓજી અને ડોલવણ પોલીસની સંયુક્ત ટીમે 334 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. મંડોરા (એસઓજી, તાપી) તથા પ્રોબેશનરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. શર્મા (ડોલવણ પોલીસ સ્ટેશન)ના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીએસઆઈ એન.પી. ગરાસિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે તા. 28 જુલાઈના રોજ વરજાખણ ગામના દુકાન ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન મિલનકુમાર ડાહ્યાભાઈ પટેલ (રહે. વરજાખણ ગામ, દુકાન ફળિયા, તા. ડોલવણ, જી. તાપી) પાસેથી 334 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન, વજનકાંટો તેમજ પ્લાસ્ટિકની ઝીપ બેગ મળી કુલ રૂ. 21,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ગાંજો સપ્લાય કરનાર વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મામલે ડોલવણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ સફળ કામગીરીમાં પ્રોબેશનરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. શર્મા, પીએસઆઈ એન.પી. ગરાસિયા, એએસઆઈ રાજેન્દ્ર યાદવરાવ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ જીતુભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમેશભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વરસાદનું જોર વધશે; 31 જુલાઈએ અમદાવાદ-સુરત સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ, પેપર લીક સંબંધિત બિલ લોકસભામાં પાસ
    Next Article
    ‘They treated us like criminals’: HC quashed their externment. They lost jobs, missed births and elections

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment