Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનએ ગુજરાતને 215 રનનો ટાર્ગેટ આપ્યો:વૈભવે 96 રન ફટકાર્યા, જાડેજાના નોટઆઉટ 45 રન; છેલ્લી ઓવરમાં ફરેરાએ રાશિદને 4 છગ્ગા ફટકાર્યા

    2 days ago

    IPL 2026ના ક્વોલિફાયર-2માં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે ગુજરાતે એક બદલાવ કર્યો છે. કુલવંત ખેજરોલિયાના સ્થાને આર. સાઈ. કિશોર પરત ફર્યો છે. આ મેચ જીતનારી ટીમને ફાઈનલની ટિકિટ મળશે, જ્યારે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. રાજસ્થાનનો સ્કોર 17 ઓવરમાં 171/5 છે. ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. જાડેજા ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો. આ પછી ફરી તે બેટિંગ કરવા આવ્યો છે. વૈભવે પોતાની અત્યાર સુધીની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી છે. તેણે 31 બોલમાં સીઝનની છઠ્ઠી હાફ સેન્ચુરી પૂરી કરી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, અરશદ ખાન. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.
    Click here to Read More
    Previous Article
    GT vs RR LIVE Cricket Score, IPL 2026 Qualifier 2: Sooryavasnhi departs for 96, Rajasthan (187/6) vs Gujarat at Mullanpur
    Next Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવે:અમેરિકા નાકાબંધી હટાવશે, હોર્મુઝમાં ટોલ પણ નહીં લાગે; સમજૂતી પર જલ્દી નિર્ણય લેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment